________________
૨ ૨૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ફળનો અભાવ રહેતો નથી. એટલે કે ઇચ્છા યોગના ફળરૂપ નિર્જરા તો થાય જ છે. તે પણ એટલા માટે કે ઇચ્છાયોગ માટે સમ્યગુદર્શન જ (સમ્યજ્ઞાનનો પણ આમાં જ અંતર્ભાવ સમજી લેવો) સહકારી છે, ચારિત્ર નહીં, શાસ્ત્રયોગ માટે જ સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર એ બન્નેની સમાન રીતે અપેક્ષા હોય છે. આવશ્યક નિર્યુક્તિ (૧૧૬૫)માં કહ્યું છે કે “શ્રાવક, ચારિત્રભ્રષ્ટ પુરાણ અને ચારિત્રપાલનમાં શિથિલ થયેલ મન્દધર્મી જીવોમાં દર્શન પક્ષ સમ્યક્ત્વ હોય છે. પરલોકકાંક્ષી શ્રમણમાં સુસાધુમાં દર્શન-ચારિત્ર પક્ષ હોય છે.” આમ ચારિત્રરૂપ એક અંગ ન હોવાથી શાસ્ત્રયોગજન્ય ફળ ન મળવા છતાં ઇચ્છાયોગજન્ય ફળ તો અબાધિત રહેવું સંભવે છે એ જાણવું. એટલે શુદ્ધ પ્રરૂપણા એ તેઓની પાયાની સંપત્તિ છે એ નક્કી થયું. એ સિવાય સુસાધુઓને
ગ્લાનિ દૂર કરે એવું ઔષધ આપવું, તેમની ભક્તિ કરવી વગેરે તેઓની ઉત્તરસંપ=ઉત્કૃષ્ટ સંપત્તિ જાણવી. આ સંવિગ્ન પાક્ષિકોનો એક મહત્ત્વનો આચાર એ હોય છે કે-સંવિગ્નપાક્ષિક સ્વતૈયાવૃજ્ય વગેરે માટે અન્યને દીક્ષા ન આપે એવો શાસ્ત્રમાં નિષેધ સંભળાય છે. ઉપદેશમાળામાં (૫૧૬)માં કહ્યું છે કે ‘(સંવિગ્નપાક્ષિક) સ્વનિમિત્તે ઉપસ્થિતિ થયેલાને(=પોતે પ્રતિબોધ કર્યો હોય ને તેથી પોતાની પાસે દીક્ષિત થવા ઈચ્છનારને) પણ પોતાને માટે શિષ્ય તરીકે દીક્ષા આપતો નથી. તેમ છતાં, ભાવચારિત્રના પરિણામવાળા જીવોની પાછળ રહેલા અપુનર્બન્ધક વગેરે અન્યજીવોને જ્ઞાન વગેરેની એને પ્રાપ્તિ થાય એ માટે, પોતાના નામે દીક્ષા આપવી તેમજ એ માટે સ્વઉપસંપર્ તરીકે એને સ્વીકારવો એ અહિતકર નથી.
પ્રશ્ન : જે ભાવચારિત્ર પરિણામવાળા નથી તેઓને દીક્ષા શી રીતે અપાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org