________________
બત્રીશી-૩, લેખાંક-૨૩
૨૪૧ એને ત્રીજો માર્ગ કહ્યો છે. આમાં સ્પષ્ટ છે કે સંવિગ્નપાક્ષિક એ અસંમત છે. જો એ સંયત હોય તો એને સંયત કહેવામાં પાપ ન રહેવાથી સાધુમાર્ગમાં જ એનો સમાવેશ થઈ જવાના કારણે ત્રીજો માર્ગ કહેવાનો રહે જ નહીં. એટલે સંવિગ્નપાક્ષિક અસંયત છે એ નિશ્ચિત છે. ને અસંયત છે, માટે છદ્દે ગુણઠાણે ન જ હોય એ પણ નિશ્ચિત છે, કારણ કે છઠ્ઠા ગુણઠાણાને શાસ્ત્રકારોએ “પ્રમત્તસંમત” એવું નામ આપેલ છે.
આમ સંવિગ્નપાક્ષિક તરીકે જ્ઞાનીઓએ જે આત્માઓનો ઉલ્લેખ કર્યો છે તેઓ છદ્દે ગુણઠાણે હોતા નથી એ સ્પષ્ટ છે. વળી અણુવ્રતો તો તેઓએ સ્વીકારેલા હોતા નથી માટે પાંચમે ગુણઠાણે પણ હોતા નથી. [છતાં પરિણામની વિચિત્રતાના કારણે કદાચ કોઈક શિથિલ જીવ પાંચમે આવવો સંભવિત હોય તો એનો શ્રાવકધર્મમાં (= બીજા માર્ગમાં) સમાવેશ થઈ શકે ને એને શ્રાવકતુલ્ય નિર્જરા પણ હોઈ શકે. પણ એ વખતે એને ત્રીજામાર્ગમાં કહેવાનો ન રહે.]
માટે સંવિગ્નપાલિકને ચોથે ગુણઠાણે જ માનવાનો રહે છે. એટલે જ ગ્રન્થકારે પણ એને દર્શનપક્ષ જ કહ્યો છે, વિરતિપક્ષ હોવો કહ્યો નથી. ને જો એ ચોથે ગુણઠાણે જ છે, તો પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવક કરતાં એની કર્મનિર્જરા અસંખ્યાતમા ભાગે જ હોય ને તો પછી એ શ્રાવક કરતાં નિમ્ન કક્ષાએ જ કેમ નહીં ?
- શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાનો સંવિગ્નપાક્ષિક તરીકે જે ઉલ્લેખ કર્યો છે તે “દોષ લવ નિજ પણ દેખતાં, નિર્ગુણ નિજાતમાં જાણ રે..' એ ન્યાયે પોતાના ઉત્તરગુણો સંબંધી કેટલાક દોષોને નજરમાં રાખીને કર્યો હોય, વાસ્તવિક સંવિગ્નપાણિકતા ન હોય એમ આપણે વિચારી શકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org