________________
ત્રીજી બત્રીશીમાં માર્ગનું લેખાંક વિવેચન કર્યું. એમાં પ્રથમ શ્લોકમાં - ૨૪
શ્રીજિનવચનને માર્ગરૂપે કહેલ છે. પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ” એ
' નિયમ છે. એટલે જિનવચનને કહેનાર શ્રીજિનેશ્વરદેવો પર વિશ્વાસ નિર્માણ થાય તો જ આ પ્રથમ માર્ગરૂપ જિનવચનો પર શ્રદ્ધા જાગે. એટલે શ્રીજિનેશ્વરદેવો પર વિશ્વાસ કેળવવો જરૂરી છે. એ માટે એમની મહત્તા ગાવી જોઈએ. એટલે હવે શ્રીજિનમહત્ત્વ કાત્રિશિકા પ્રરૂપવામાં આવે છે.
પરમાત્મા અંગે ‘આ (પ્રભુ) મહાનું છે” આવી બુદ્ધિ થવી એ ધર્મજનિકા છે. એટલે કે પ્રભુની મહાન્ તરીકેની પિછાણ, આત્મામાં ધર્મનું જનન કરે છે. આમાં ધર્મ એટલે શુભભાવ કે શુભભાવપૂર્વકની શુભક્રિયા લઈ શકાય અથવા ધર્મ એટલે પુણ્ય લઈ શકાય. આશય એ છે કે શાસ્ત્રોમાં એક યોગાવંચક શબ્દ આવે છે. આ યોગાવંચક એટલે એવો ક્ષયોપશમ કે જેનાથી, આત્માની દૃષ્ટિએ જે વસ્તુતઃ મહાનું છે એવા આત્માનો યોગ થાય ત્યારે આ મહાન છે' એવી એમની પિછાણ થાય. આવો ક્ષયોપશમ જેને થયો હોતો નથી અને મહાપુરુષનો ભેટો થાય (યોગ થાય) તો પણ એ મહાપુરુષની એ રૂપે પિછાણ થતી નથી, ને તેથી જે શ્રદ્ધા-આદર-બહુમાનાદિ ભાવો જાગવા જોઈએ એ જાગતા નથી. આ શ્રદ્ધાદિ ભાવો જાગે તો વિશિષ્ટ પુણ્યનું આત્મામાં સર્જન થાય છે. એમ આ શ્રદ્ધાદિભાવો, શ્રદ્ધાપૂર્વકનું વંદન-ઉપદેશ શ્રવણ-ઉપદેશ સ્વીકાર....વગેરેની પાત્રતારૂપ હોવાથી એ આત્મામાં આ વંદનાદિરૂપ ધર્મ પણ ઉત્પન્ન થાય છે. પણ જેને “મહાન તરીકેની બુદ્ધિ જ થતી નથી એને મહાપુરુષના યોગના ફળરૂપ આવું ધર્મજનન થતું નથી. એટલે કે મહાપુરુષનો યોગ થવા છતાં એ જીવ વાસ્તવિક યોગથી વંચિત જ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org