________________
બત્રીશી-૪, લેખાંક-૨૪
૨૪૩ છે, આવું વંચિત રહેવાપણું એ, જીવનું વંચન છે. આત્મામાં એક ચોકકસ પ્રકારનો ક્ષયોપશમ થયો હોય તો આવું વંચન થતું નથી, અવંચન જ થાય છે. માટે એવા વિશેષ પ્રકારના ક્ષયોપશમને યોગ અવંચક = યોગાવંચક કહે છે.
પ્રશ્નઃ ઘડાને જોઈને, “એ ઘડો છે' એવી બુદ્ધિ થાય જ છે, એમ મહાનનો યોગ થાય તો “આ મહાન છે' એવી બુદ્ધિ થાય જ, ન થાય એવું શી રીતે બને?
ઉત્તર : “ઘડાને જોવાથી ઘડા' તરીકે બુદ્ધિ થાય જ એવો નિયમ છે નહીં, જે માણસ ઘડાને ઘડા તરીકે જાણતો જ નથી, એને એવી બુદ્ધિ થતી જ નથી. એવું જ પ્રસ્તુતમાં જાણવું.
એકવાર એક માણસે કલ્પવૃક્ષની ઘણી વાતો સાંભળી. પણ કલ્પવૃક્ષ કેવું હોય એ કશું એને જાણવા મળ્યું નહીં. કાળાન્તરે એકવાર ગ્રીષ્મઋતુમાં એ પ્રવાસે નીકળેલો. થાક્યો હતો...ભૂખ્યો ને તરસ્યો થયો હતો....પવનનું નામનિશાન નહીં. ને ગરમીનો પાર નહીં. માર્ગમાં એક ઘટાદારવૃક્ષ આવ્યું. એની નીચે લંબાવ્યું. ને મનમાં થયું કે થોડો ઠંડો પવન આવે તો કેવું સારું ! ને એના આશ્ચર્ય વચ્ચે બીજી જ ક્ષણે પવન શરુ થયો.... ઘસઘસાટ ઉંઘ આવી ગઈ...જાગ્યા પછી એને થયું સ્વાદુ શીતળ જળ મળી જાય તો તૃષા પણ શાંત કરી શકું.ને એના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી શીતળ જળનું ઝરણું ફૂટ્યું...જળપાન કરીને તૃષાશમન કર્યું ને એને વિચાર આવ્યો કે કંઈક ખાવા મળી જાય તો સુધા પણ શાંત થઈ જાય.. ને એક મધુર રસવતી ભરેલો થાળ આકાશમાંથી એના તરફ આવતો જોયો....
એના મનમાં વિચાર આવ્યો કે અહીં જે કાંઈ ઇચ્છા કરું છું એ પૂર્ણ થાય છે... તો જરૂર આ વૃક્ષમાં ભૂતનો વાસ હશે. પણ ભૂતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org