________________
બત્રીશી-૩, લેખાંક-૧૮
૧૭૩ જ મળે એવું પણ શક્ય છે જ એ આપણે પૂર્વ લેખોમાં વિસ્તારપૂર્વક વિચારી ગયા છીએ...
શંકા - પણ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે નિષેધ દર્શાવ્યો હોય એવું આચરણ હિતકર હોય ?
સમાધાન - જો એવા આચરણોને અહિતકર જ માનવામાં આવે તો, દેશકાળાદિ બદલાય તો શાસ્ત્રનિષિદ્ધ-અકથ્ય બાબત પણ શાસ્ત્રવિહિતકધ્ય બની જાય છે આવું જણાવનાર શાસ્ત્રપાઠોનું શું કરશો? આ શાસ્ત્રપાઠી એને વિહિત=કલ્પ જણાવે છે એનો અર્થ જ એને આત્મહિતકર તરીકે જાહેર કરે છે, એ સ્પષ્ટ છે. એટલે બન્ને પ્રકારના શાસ્ત્રવચનોની સંગતિ થાય એ માટે પણ માનવું જોઈએ કે જે નિષેધ છે તે સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને છે કે જે વિધાન છે એ વિશેષ પ્રકારની પરિસ્થિતિને નજરમાં રાખીને છે. એટલે જયારે વિશેષ પરિસ્થિતિને જ નજરમાં રાખીને વિવક્ષિત આચરણને હિતકર કહેવામાં આવી રહ્યું છે ત્યારે સામાન્ય પરિસ્થિતિ સંબંધી શાસ્ત્રવચનોને જોવા વિચારવાનો અવસર જ નથી એ સ્પષ્ટ છે. ને છતાં એવા શાસ્ત્રવચનોને આગળ કરવા ને એમાં દર્શાવેલા નિષેધની બૂમરાણ મચાવવી એ મૂઢતા નહીં તો બીજું શું કહેવાય?
શંકા - પણ જો આમ સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને નિષેધ કરનાર શાસ્ત્રપાઠ મળે છે તો એમ, વિશેષ પરિસ્થિતિને નજરમાં રાખીને એનું વિધાન કરનાર સ્પષ્ટ શબ્દો પણ મળવા જ જોઈએ ને ?
સમાધાન - સામાન્ય પરિસ્થિતિ સામાન્ય કોમન એક સરખી હોય છે. અનેક અલગ અલગ પ્રકારની હોતી નથી. માટે એને નજરમાં રાખીને નિષેધ કરવો શક્ય બને છે, ને તેથી એ સ્પષ્ટ શબ્દો દ્વારા જણાવેલો હોય છે. વિશેષ પરિસ્થિતિઓ તો હજારો પ્રકારની અલગ અલગ હોય છે. એમાં કેવો કેટલો અપવાદ લેવો વગેરે તરતમતાના પણ હજારો પ્રકારો હોય છે. માટે સ્પષ્ટ અક્ષરો દ્વારા એનું વર્ણન શક્ય હોતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org