SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. એટલે કે આ ગીતાર્થ આજ્ઞા-ગીતાર્થ નિર્ણય... એને જ બધાએ અનુસરવાનું હોય છે. જે આચરણ એને અનુસરતું હોય એ આરાધનારૂપ બને ને જે એને ઉલ્લંઘીને થતું હોય એ આચરણ વિરાધના રૂપ બને છે. એટલે ગીતાર્થોએ ભેગા મળીને લીધેલા આવા નિર્ણયોને અવિકલ્પ સ્વીકારી લેવા એ દરેક આત્મહિતેચ્છની ફરજ છે, એમાં જ આત્મકલ્યાણ છે... પણ એના બદલે જે આત્મા, આવા ગીતાર્થ નિર્ણયથી જુદા પ્રકારનું નિરૂપણ કરનારા શાસ્ત્રપાઠ આગળ ધરીને એ નિર્ણયને નકારે છે, તે પોતાનું ઘોર અહિત કરે છે, કારણ કે એ શાસનનો (=અનુશાસનનો) ઉચ્છેદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શંકા - પણ ગીતાર્થ મહાત્માઓ આ રીતે જે નિર્ણય લે એમાં આપણને કશી પૂછપરછ કરવાનો અધિકાર જ નહીં ? ને બધું વિના વિકલ્પ વધાવી જ લેવાનું? સમાધાન : ચિકિત્સાશાસ્ત્રના જાણકાર ને અનુભવી વૈદ અજ્ઞાનવશાત્ ગલત દવા આપે એ શક્ય નથી. તથા, સાચી અને સારી દવા જાણવા છતાં સ્વાર્થવશ ગલત દવા આપવી... એ પણ નિઃસ્વાર્થ વૈદને માટે શક્ય નથી. એટલે, “આ વૈદ જાણકાર-અનુભવી છે ને નિઃસ્વાર્થ છે. આવો જે વૈદ માટે દર્દીને નિર્ણય હોય એ વૈદના માર્ગદર્શનને વધાવી લેવું એ જ દર્દીની ફરજ હોય છે. વૈદે કઈ દવા આપવી ? કેટલી આપવી ? ક્યારે આપવી ? વગેરેનો નિર્ણય કરવામાં દર્દીનો કોઈ અધિકાર હોતો નથી. એનું કશું નનુ-ન ચ ચાલી શકતું નથી. આવું જ પ્રસ્તુતમાં છે. સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતોએ જે કહ્યું હોય એને વધાવી લેવું એ જ આપણો અધિકાર છે, આમાં કયો શાસ્ત્રપાઠ છે ? વગેરે કશું પૂછવાનો આપણને અધિકાર હોતો નથી. વૈદ દવા આપે ત્યારે તમારા ચિકિત્સાશાસ્ત્રમાં આ દવા આપવાનું ક્યાં લખ્યું છે ? તે અમને બતાવો (શાસ્ત્રપાઠ આપો)' એવું કહેવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy