________________
બત્રીશી-૩, લેખાંક-૧૭
૧૬૭
અર્થ : મૈથુનસેવનની જેમ જેનો સૂત્રમાં સર્વથા નિષેધ નથી, તેમજ જે જીવહિંસાના કારણભૂત નથી તે બધું ચારિત્રધનવાળા મહાત્માઓને પ્રમાણ છે માન્ય છે. (અહીં ‘સર્વથા' એવો જે શબ્દ રહેલો છે તે ‘ણ ય પડિસિદ્ધ' એવું અન્યત્ર જે કહ્યું છે તે ‘સર્વથા નિષિદ્ધ ન હોય' એવા અર્થને જ સૂચવે છે એમ નિશ્ચિત્ત કરી આપે છે.) તથા પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે
-
अवलंबिऊण कज्जं जं किंपि समायरंति गीयत्था । थोवावराहबहुगुणं सव्वेसिं तं पमाणं तु ।।
અર્થ : સંયોમપકારક કાર્યને નજરમાં રાખીને ગીતાર્થ પુરુષો અલ્પદોષવાળું અને અનેક ગુણોવાળું જે કાંઈ આચરે છે તે ચારિત્રસંપન્ન બધા મહાત્માઓને પ્રમાણ હોય છે
તથા નિષિદ્ધ વાતો જ તેવા દેશ કાળમાં અનિષિદ્ધ બની જઈને કર્તવ્ય બની જાય છે એવું વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે, જે પૂર્વે અકલ્પ્ય હતું – એટલે કે નિષિદ્ધ હતું તે જ પછી કલ્બ-આચરવા યોગ્ય‘જીત’ માર્ગરૂપ બનેં છે આવું આમાં પણ જણાવ્યું જ છે.
શંકા - આમાં, અકલ્પ્ય કલ્પ્ય બની જવાની જે વાત છે તે તો ‘અપવાદમાર્ગ’ માટે છે, જીત માટે ક્યાં છે ?
સમાધાન - સામાન્યથી, ‘અપવાદ’ અને ‘જીત’ આ બે શબ્દોથી બે જુદી જુદી બાબતો ઉપસ્થિત થાય છે. એટલે એ બેને સાવ ભિન્ન માનવાના કારણે આ પ્રશ્ન ઊભો થાય છે. પણ આ બે સર્વથા ભિન્ન છે નહીં. કારણકે અમુક ચોક્કસ પ્રકારના દેશ-કાળ-પુરુષાદિને નજરમાં લઈને જ ગીતાર્થ સંવિગ્નો જે આચરણ કરે છે એ જ ‘જીત' બને છે કે એ જ ‘અપવાદ’ બને છે. આ બે વચ્ચે ભેદ પાડવો હોય તો આવો પાડી શકાય કે દેશ કાળાદિને નજરમાં લઈને એકવાર કરેલું આચરણ, બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org