SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ત્રીજીવાર કરતી વખતે પણ જો, દેશકાળાદિના વિશેષ પ્રકારે નિરીક્ષણ કર્યા બાદ આવશ્યક લાગે તો જ કરવાનું હોય તો એ “અપવાદ' તરીકે સમજાય છે. પણ અવસર્પિણી કાળ વગેરેને નજરમાં લઈને, જ્યાં સુધી દેશ કાળાદિમાં બીજો વિશેષ ફેરફાર ન થાય ત્યાં સુધી માટે, હંમેશ માટે, સંવિગ્નગીતાર્થો જે આચરણ નિશ્ચિત કરી દે એ “જીત' તરીકે સમજાય છે. પછી, આવા આચરણ માટે દરેક વખતે, “તેવા દેશકાળાદિ છે કે નહીં?” એ માટેના ગીતાર્થના વિશિષ્ટ નિર્ણયની આવશ્યક્તા હોતી નથી. આ તો આવો કંઈક ભેદ કરી શકાય માટે કહ્યું, બાકી “જીત” પણ એક વિશેષ પ્રકારનો અપવાદ જ છે અને તેથી ઉક્ત વચન એના માટે છે જ. (૪) વિધાન-નિષેધમાં એકાંત ન હોવાનાં શાસ્ત્રીય કથનોઉપદેશમાળા (૩૯૨) માં કહ્યું છે तम्हा सव्वाणुन्ना सव्वनिसेहो य पवयणे णस्थि । आयं वयं तुलिज्जा लाहाकंखिव्व वाणियओ ।। અર્થ : તેથી પ્રવચનમાં - આગમમાં કોઈપણ વાતનો સર્વથા નિષેધ નથી કે સર્વથા અનુજ્ઞા નથી. લાભાકાંક્ષી વાણિયાની જેમ લાભ નુકશાનનો હિસાબ લગાવી પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી. (પ્રસ્તુત બત્રીશીમાં પણ આ જ અર્થવાળી પાંચમી ગાથા છે). કોઈપણ પરિસ્થિતિમાં જેનું આચરણ વિરાધનારૂપ જ રહે, માર્ગરૂપ ન જ બને. ને તેથી જે સર્વથાનિષિદ્ધ છે એવી ચીજ તો એકમાત્ર મૈથુન છે. કહ્યું છે – न य किंचि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिदेहिं । मोत्तुं मेहुणभावं न तं विणा रागदोसेहिं ।। અર્થ : શ્રી જિનેશ્વરભગવંતોએ કોઈ ચીજની સર્વથા અનુજ્ઞા આપી નથી કે મૈથુન સિવાય અન્ય કોઈ ચીજનો સર્વથા નિષેધ કર્યો નથી. મૈથુનનો સર્વથા નિષેધ એટલા માટે છે કે એ રાગ-દ્વેષ વિના થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy