________________
૧૮૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સિગ્નલ કરતાં અલગ પ્રકારે પણ ટ્રાફિકને અટકાવે કે જવા દે. એટલે કે ગ્રીન સિગ્નલ હોવા છતાં એ ટ્રાફિકને રોકે એવું પણ બને. તો ટ્રાફિક અટકવું જ પડે છે. ને પોલીસને “અલ્યા ! ગ્રીન સિગ્નલ તો જવાનું સૂચન કરે છે, તું અમને કેમ અટકાવે છે !” એમ સિગ્નલ દેખાડી શકાતું નથી, પ્રસ્તુતમાં પણ આવું જ જાણવું. શાસ્ત્રો (જિનવચનો) સામાન્ય પરિસ્થિતિમાં માર્ગદર્શન આપનારા સિગ્નલ જેવા છે. ગીતાર્થ ગુરુભગવંતો ટ્રાફિક પોલીસ જેવા છે. તેથી તેઓ જે કહે તે પ્રમાણે કરવું પડે. એમને સિગ્નલ જેવા શાસ્ત્રપાઠ એ વખતે દર્શાવી શકાય નહીં. એટલે, ગુરુભગવંત શિષ્યને બેસણું કે નવકારશી કરવાનું કહે ત્યારે શ્રીદશવૈકાલિક સૂત્રનો
એગભત્ત ચ ભોયણ શાસ્ત્રપાઠ બતાવી “ગુરુદેવ ! શાસ્ત્રવચન તો નિત્ય એકાસણાં કરવાનું કહે છે વગેરે કહેવાનો શિષ્યને અધિકાર નથી.
એમ, શાસ્ત્રોમાં તો સાધુઓ માટે નવકલ્પી વિહાર કહ્યો છે. એને બદલીને “ગુરુ ભગવંતની આજ્ઞા અનુસાર વિહાર કરવો” આવું આચરણ ગીતાર્થ મહાત્માઓએ જ્યારે સ્વીકૃત કર્યું ત્યારે નવકલ્પી વિહારનું વિધાન કરતો શાસ્ત્રપાઠ એમને દર્શાવવાનો કે તમે કયા શાસ્ત્રપાઠના આધારે આ ફેરફાર કરો છો ?” એ રીતે એમને શાસ્ત્રપાઠ પૂછવાનો કોઈને અધિકાર નથી, ને એટલે જ એ ગીતાર્થ મહાત્માઓને નવકલ્પી વિહારનું વિધાન કરતો શાસ્ત્રપાઠ દર્શાવાયો નથી કે ફેરફાર અંગેનો શાસ્ત્રપાઠ પૂછાયો નથી.
શંકા - તમે આ શાના આધારે કહો છો ?
સમાધાન જો ગીતાર્થોને નવકલ્પી વિહારનો શાસ્ત્રપાઠ દર્શાવી શકાતો હોય ને તેથી એ દર્શાવાયો હોત તો તો આ ફેરફાર થઈ શકત જ નહીં, કારણ કે આ ફેરફાર એ શાસ્ત્રપાઠથી વિપરીત છે એ સ્પષ્ટ છે. તે પણ એટલા માટે કે ગુરુની આજ્ઞા તો માસકલ્પના બદલે પંદરદિવસમાં જ વિહાર કરવાની કે બે-ત્રણ મહિને વિહાર કરવાની પણ હોવી શક્ય છે. એમ, આ ફેરફાર કરવાનો શાસ્ત્રપાઠ જો પૂછાયો હોત તો પણ આ ફેરફાર થઈ શક્યો ન જ હોત. કારણ કે એવો કોઈ શાસ્ત્રપાઠ હતો જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org