________________
બત્રીશી-૩, લેખાંક-૧૯
૧૮૯
શંકા : શ્રીકલ્પસૂત્રની સુબોધિકાવૃત્તિમાં આ વાત કરેલી જ છે. માટે ‘શાસ્ત્રપાઠ હતો નહીં' એમ તમે શા માટે કહો છો ?
સમાધાન : આ ફેરફાર તો એ વૃત્તિની રચના થઈ એ પૂર્વે જ પ્રચલિત થઈ ગયો હતો. માટે જ એ વૃત્તિમાં ‘અત્યારે તો ગુર્વાશા પ્રમાણે વિહાર થાય છે' વગેરે જણાવ્યું છે. એટલે જ્યારે આ ફેરફાર થયો હશે, ત્યારે તો એ શાસ્ત્રપાઠ નહોતો જ. એ સિવાય અન્ય પણ કોઈ શાસ્ત્રપાઠ નહોતો. માટે જો શાસ્ત્રપાઠ પૂછી શકાતો હોય, ને એ મળે તો જ વિવક્ષિત ફેરફાર કરવાનો, નહીંતર નહીં, આવો નિયમ હોય તો તો આ ફેરફાર થઈ શકત જ નહીં. પણ આ ફેરફાર થયેલો તો છે જ, ને બધાએ અપનાવેલો પણ છે જ, માટે સૂચિત થાય છે કે ગીતાર્થ મહાત્માઓ ફેરફાર કરે ત્યારે, એ ફેરફાર પૂર્વના આચરણનું વિધાન કરનારો શાસ્ત્રપાઠ એમને દેખાડી શકાતો નથી કે ફેરફાર બાદના આચરણનું વિધાન કરતો શાસ્રપાઠ એમને પૂછી શકાતો નથી.
એટલે જ બહુસંખ્યક ગીતાર્થોને માન્ય હોય એવો જે ફેરફાર વર્તમાનમાં થતો હોય એ ફેરફાર અંગે પણ વર્તમાન ગીતાર્થોને, તભિન્ન આચરણનું વિધાન કરતો શાસ્ત્રપાઠ દેખાડવાનો કે નવા આચરણનો શાસ્ત્રપાઠ પૂછવાનો અગીતાર્થોને હોતો નથી. અને ગીતાર્થોએ તો એ ફેરફાર કરતાં પૂર્વે જ વિચાર વિમર્શ કર્યો હોય એ વખતે શાસ્ત્રપાઠ દેખાડવા-પૂછવા વગેરેની પ્રક્રિયા થઈ જ ગયેલી હોય છે. ને એ પછી જ વિવક્ષિત ફેરફારનો નિર્ણય થયો હોય છે. એટલે ત્યારબાદ ગીતાર્થોને પણ આવો કોઈ શાસ્ત્રપાઠ દર્શાવવા-પૂછવાની આવશ્યકતા રહેતી નથી.
શંકા : પણ જો આ રીતે શાસ્ત્રપાઠ જોવા-પૂછવાના જ નથી, તો શાસ્ત્રોને સાવ બાજુ પર મુકી દીધા ન કહેવાય ? ને એ રીતે એને બાજુ પર મૂકી દેવા એ શ્રીજૈનશાસનમાં ચાલે ?
સમાધાન : શાસ્ત્રવચનોના પુનઃ પુનઃ પરિશીલનથી ગીતાર્થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org