________________
૧૯૦.
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આવે છે ને મતિ (=બુદ્ધિ) શાસ્ત્રપરિકર્મિત થાય છે. ગીતાર્થોની આવી શાસ્ત્રપરિકર્મિત મતિ એ ગીતાર્થમતિ છે. એના દ્વારા (૧) દેશ-કાળાદિ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું હોય છે. એટલે કે શાસ્ત્રોક્ત ઉત્સર્ગ માર્ગમાં ફેરફાર કરવો આવશ્યક બને એવી પરિસ્થિતિ વસ્તુતઃ છે કે માત્ર આભાસ છે? આ નિર્ણય કરવાનો હોય છે. (૨) ઉત્સર્ગમાર્ગમાં ફેરફાર કરીને નવું આચરણ પ્રવર્તાવવું એ અપવાદ છે. અપવાદ ઓછામાં ઓછો લેવો પડે, ને ઉત્સર્ગની નજીકમાં નજીક રહેવાય એ રીતે કયો ને કેટલો-કેવો અપવાદ અપનાવવો એનો નિર્ણય કરવો જોઈએ. આવા શાસ્ત્રીય માર્ગદર્શનને ગીતાર્થો સંપૂર્ણ રીતે અનુસરતા હોય છે. (૩) એ માટે ઉત્સર્ગમાર્ગ કેવો છે એ જાણવા માટે પણ શાસ્ત્રવચનોનો જ આધાર ગીતાર્થો લેતા હોય છે. એટલે જ ગીતાર્થો નિર્ણય લેતી વખતે શાસ્ત્રપાઠોને જ મુખ્યતા આપતા હોય છે, શાસ્ત્રપાઠોને જોતા-પૂછતાં જ હોય છે. માટે “ગીતાર્થોએ લીધેલા નિર્ણયમાં શાસ્ત્રોને અનુસરવાનું હોતું નથી એવું વસ્તુતઃ છે નહીં, એ નિર્ણય શાસ્ત્રાનુસારી જ હોય છે. પણ આ શાસ્ત્રાનુસારી એટલે? “શાસ્ત્રના શબ્દોને અનુસરીને નહીં, પણ “શાસ્ત્રના તાત્પર્યાર્થને અનુસરીને'.
પરંતુ ગીતાર્થો સિવાયનો આરાધકોનો જે મોટો ભાગ હોય છે તે શાસ્ત્રના તાત્પર્યાર્થને પ્રાયઃ પકડી શકતા હોતા નથી. એટલે “જે શાસ્ત્રના શબ્દોને અનુસરીને હોય એ શાસ્ત્રનુસારી આવી માન્યતા પ્રાયઃ ધરાવતો હોય છે. તેથી, “શાસ્ત્રોમાં સાક્ષાત્ શબ્દોથી જણાવેલું હોવું જોઈએ એવી અપેક્ષાથી જ તેઓ શાસ્ત્રપાઠ જોવા-પૂછવાનું સમજતા હોય છે. ને અપવાદ માર્ગ માટે એવું હોય જ એવી અપેક્ષા તો અસ્થાને છે એ આપણે વિચારી ગયા છીએ. માટે શાસ્ત્રપાઠ જોવા-પૂછવાનો પ્રસ્તુતમાં નિષેધ કરાઈ રહ્યો છે એ જાણવું.
આ જ વાતને આગળના લેખમાં આપણે હાઈવેના દૃષ્ટાંતથી વધારે સ્પષ્ટ રીતે સમજીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org