________________
૧૪૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પરિસ્થિતિમાં જે નિષિદ્ધ છે એ પણ કર્તવ્ય બની ગયું.
શંકા - જો દોષિત ગોચરી વગેરે રૂપ નિષિદ્ધ આચરણો આ રીતે વિહિત બની શકે છે, તો મૈથુન કેમ નહીં?
સમાધાન - કારણ કે દોષિત ભિક્ષા વગેરે રૂપે અન્ય નિષિદ્ધ આચરણો, એવી સમ્મતિતર્કનું અધ્યયન, બિમારી વગેરે અવસ્થા નિર્માણ થઈ હોય તો, વગર રાગ-દ્વેષે આચરી શકાય છે... પણ મૈથુન એ રીતે આચરી શકાતું નથી, માટે એ વિહિત બની શકતું નથી.
શંકા - તો મૈથુન સેવનમાં ભલે ને રાગ-દ્વેષ થાય એ વિહિત કેમ ન બને ?
સમાધાન - કર્મ-જન્મ-શરીર-ઇન્દ્રિય-વિષયપ્રવૃત્તિ-રાગદ્વેષ-કર્મ... આ એક ચક્ર છે. કર્મ છે માટે જીવે જન્મ લેવો પડે છે. જન્મ થાય છે, માટે શરીર મળે છે. શરીર મળે છે, તેથી સાથે ઇન્દ્રિયો મળે છે. ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિમાં અનાદિકાલીન સંસ્કારવશાત્ જીવ રાગ-દ્વેષ કરે છે અને રાગ-દ્વેષ થાય છે, માટે કર્મ બંધ થાય છે. કર્મ બંધ થયો એટલે ફરીથી જન્મ થવાનો જ... ને પાછું આ વિષચક્ર ચાલુ. અનાદિકાળથી એ ચાલુ જ છે ને તેથી ભવભ્રમણ પણ ચાલુ જ રહે છે. એમાંથી છૂટવું હોય તો આ વિષચક્રને તોડવું જ પડે. એને તોડવા માટે ક્યાં ફટકો મારવો ? હું રાગ-દ્વેષ કરીશ, પણ કર્મ નહીં બાંધુ... કર્મ બાંધીશ, પણ જન્મ નહીં લઉં. આવી બધી બાબતમાં જીવ સ્વતંત્ર નથી. એ સ્વતંત્ર છે રાગ-દ્વેષ પર ફટકો મારવામાં. આ ફટકો બે રીતે મારવાનો હોય છે. સાધનામય જીવનના નિર્વાહ માટે યોગ્ય ખોરાક લેવો વગેરે આવશ્યક વિષયપ્રવૃત્તિ સિવાયની જે અનાવશ્યક વિષય પ્રવૃત્તિઓ હોય એને છોડતાં જવું... અને આવશ્યક વિષય પ્રવૃત્તિમાં રાગ-દ્વેષથી બચતા રહેવું. માટે આપણી મુખ્ય સાધના રાગ-દ્વેષ પર વિજય મેળવતા રહેવું એ છે. એટલે જ, સાધનાના લક્ષ્ય તરીકે મોક્ષ કે કેવલજ્ઞાન ભલે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org