________________
૨૭૮
-બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કોમળ નહિ. એનો અર્થ એ કે ઉદયમાં આવેલા કર્મોને મહાસમતાપૂર્વક કડક મનથી ભોગવી લેનારા, નવા કર્મોને ન પેસવા દેવા માટે કડક મનથી કષાય-ઈન્દ્રિયાધીનતાદિ દરવાજા બંધ રાખી વિશુદ્ધ સંયમ પાળનારા, અને સિલિકમાં રહેલા કર્મોનો નિકાલ કરવા માટે કડક મનથી બાહ્ય-આભ્યન્તર તપમાં મગ્ન રહેનારા.
(૩) અસહિષ્ણુ - જેમ સિંહ ગમે તેવા દુશમનને પણ સહી શકતો નથી, તેમ, પ્રભુ પણ ક્રોધ-માન-માયા-લોભને સહી શકતા નથી, પોતાના હૃદયમાં કે મુદ્દા પર પણ એનું અસ્તિત્વ જરા ય નભાવી લેતા નથી. પોતાનું એકાકી જ સામ્રાજ્ય એ ચાહે છે, ક્રોધાદિનું નહિ. પ્રલોભનના પ્રસંગમાં કે ગમે તેવી ભયંકર આપત્તિમાં પ્રભુ ક્રોધાદિની સહેજ પણ સહાય લેવા તૈયાર નથી, શરીરે અસહ્ય પીડા ઊઠે, તો એ એમને સહ્ય છે, પણ ક્રોધાદિ લેશ પણ ઊઠે એ એમને મન અસહ્ય છે, સમજે છે કે આ ક્રોધાદિ ખરા શત્રુઓએ યાને ભાવશત્રુઓએ જ અનંતો કાળ આત્માની ખરાબી કરી છે.
(૪) વીર્યવાન - સિંહ મોટા હાથીઓની સામે જરા ય પાછી પાની કર્યા વિના પરક્રમથી લડી એમનો નાશ કરી દે છે, એમ, પ્રભુ પણ રાગ-દ્વેષ-કામ-મોહ-મત્સર વગેરેને ભગીરથ વીર્યથી આક્રમી એ બધાનો ધ્વંસ કરી દે છે. આ પરાક્રમને લીધે ભલભલા પ્રસંગોમાં પણ રાગાદિ બિચારા મૂઆ પડેલા છે. એવા પ્રચંડ વીર્યથી એમનો એમણે સર્વનાશ કર્યો છે કે અનુકૂળ-પ્રતિકૂળ સર્વદ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવોમાં એમને હવે કોઈ મમત્વ કે ઇતરાજી છૂરી શકતા નથી.
(૫) વીર : જેમ સિંહ વનવાસ, વનપર્યટન, વગેરે એકલો અને વીરતાથી કરે છે, તેમ અરિહંતદેવ પણ વિહાર તપક્રિયા કોઈની સહાય વિના અને વીરતાથી કરે છે. “ભૂખ-તરસ લાગશે તો? તપથી જનમતી અશક્તિમાં કોઈ મારી જશે તો ?.. આવા આવા કોઈ ભય કે કાયરતા ઉપવાસાદિ તપમાં સેવ્યા વિના, તેમ બીજા પણ અભિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org