SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વગેરેના જો કુંભાર-વણકર વગેરે કર્તા છે તો ક્ષિતિ વગેરેનો પણ કોઇ કર્તા હોવો જ જોઈએ, આવી તારવણી કરવી એ બરાબર નથી કારણકે ઘટ-પટ વગેરેરૂપ કાર્ય કરતાં ક્ષિતિ વગેરે રૂપ કાર્ય અત્યંત વિલક્ષણ છે. શંકા - એ કઈ રીતે વિલક્ષણ છે ? સમાધાન - ઘડા વગેરે અંગે ‘આ કોઈકે બનાવ્યો છે' આવી બુદ્ધિ થાય છે, ક્ષિતિ વગેરે અંગે થતી નથી.. આ રીતે વિલક્ષણ છે. શંકા - એ તો ઘડાને બનાવતા કુંભારને આપણે જોયો છે, માટે એવી બુદ્ધિ થાય છે, ઈશ્વરે સર્જન કર્યું એ આપણે જોયું નથી, માટે એવી બુદ્ધિ ક્યાંથી થાય ? સમાધાન - સેંકડો સાલ પુરાણી ઈમારત કે જેને બનાવાતી વર્તમાન કોઈ મનુષ્ય જોઈ નથી કે કોણે બનાવી હતી ? એ કોઈ જ જાણતું નથી...એને અંગે પણ ‘આ કોઈકે બનાવી છે' એવી બુદ્ધિ થાય છે, જ્યારે ક્ષિતિ વગેરે અંગે આવી બુદ્ધિ ક્યારેય કોઈનેય થતી નથી. માટે ક્ષિતિ વગેરેને કોઈએ બનાવ્યા નથી, એમ સિદ્ધ થાય છે. ને તેથી એના કર્તા તરીકે કોઈ ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી. આમ, જગત્કર્તા કોઈ છે જ નહીં, તો ‘જેનામાં જગત્કર્તૃત્વ હોય તે મહાન્ હોય' વગેરે વાત ઊભી શી રીતે શકે ? જ્યારે વીતરાગમાં તો દોષÜસરૂપે મહાનતા આપણે સાબિત કરી ગયા છીએ, માટે વીતરાગ ભગવાન્ જ મહાન્ છે. શંકા - ઉપાદાન કારણભૂત માટીનું જેને પ્રત્યક્ષ નથી એવો પુરુષ ઘડો બનાવી શકતો નથી. માટે જણાય છે કે ઘડો અને તેના ઉપાદાન પ્રત્યક્ષાત્મક જ્ઞાનનો કાર્ય-કારણભાવ છે. એ જ રીતે પટ વગેરેનો પણ એના ઉપાદાન પ્રત્યક્ષરૂપ જ્ઞાન સાથે કાર્યકારણભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy