________________
બત્રીશી-૪, લેખાંક-૨૪
૨૪૯ નામનો સંબંધ જોઈએ. એમ રૂપને ઘડામાં રહેવું છે. તો કોઈક સંબંધ તો જોઈશે જ. નૈયાયિક વગેરે જેઓ સર્વથા ભેદ માને છે તેઓ ઘડા અને રૂપ વચ્ચે સમવાય સંબંધ કહે છે. એટલે રૂપનો સમવાય ઘડામાં રહ્યો છે, ને એ સમવાય સંબંધનું કામ કરીને રૂપને ઘડામાં રાખે છે. પણ નૈયાયિકે આ સમવાયને પણ એક સર્વથા સ્વતંત્ર પદાર્થ માન્યો છે. એટલે એને ભૂતલમાં રહેવા માટે પણ એક નવો સંબંધ જોશે. વળી આ સંબંધ પણ જો સર્વથા ભિન્ન હશે તો એને પણ રહેવાનો એક નવો સંબંધ જોઈશે. આમ તો ક્યારેય પાર ન એવી નવા-નવા સંબંધો માન્યા કરવાની પરંપરા ચાલવારૂપ અનવસ્થા નામનો દોષ આવે. એમ એકાંતે અભેદ સંબંધ પણ માની શકાતો નથી. કારણ કે એનો અર્થ એવો થાય છે કે ઘડા અને રૂપ વચ્ચે સર્વથા અભેદ ( તાદાભ્ય) છે. પરંતુ આવો અર્થ પણ સંગત નથી. તે પણ એટલા માટે કે એમાં પણ ઘણા પ્રશ્ન ઊભા થાય છે. જેવા કે (૧) ઘડાનું પહેલાં શ્યામરૂપ હતું. નિભાડામાં એને પકાવવામાં આવ્યો એટલે શ્યામરૂપ નાશ પામ્યું. રક્તરૂપ ઉત્પન્ન થયું. (ઘડો શ્યામ મટીને લાલ બન્યો.) અર્થાત્ ઘડો ખુદ નથી ઉત્પન્ન થયો, નથી નાશ પામ્યો. પણ જો ઘડા અને રૂપ વચ્ચે સર્વથા અભેદ હોય તો આવું બની શકે નહીં. શ્યામરૂપનાશે ઘડાનો નાશપણ થઈ જ જાય.
શંકા - તો એવું પણ માની જ લ્યો ને કે શ્યામઘડો નાશ પામ્યો ને એક બીજો જ નવો લાલઘડો ઉત્પન્ન થયો.
સમાધાન - ના, એમ માની શકાતું નથી, કારણ કે “આ એ જ ઘડો છે' આવું પ્રત્યભિજ્ઞા નામનું જ્ઞાન કે “ઘડો શ્યામ મટીને લાલ થયો એવી પ્રતીતિ એવું માનતા આપણને રોકે છે.
(૨) “ઘડાનો ઘડો' એમ બોલી શકાતું નથી..એ રીતે, ઘડા અને રૂપ વચ્ચે પણ જો સર્વથા અભેદ હોય તો “ઘડાનું રૂપ એમ પણ બોલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org