________________
૨૬૭
બત્રીશી-૪, લેખાંક-૨૫ શકાયો.. (૨) આરાધના અંગેના નકારાત્મક વિચારો-નકારાત્મક ઇચ્છા-નકારાત્મક સંકલ્પ...આ બધું અવળા પુરુષાર્થરૂપ છે. આ અવળો પુરુષાર્થ આરાધનામાં પ્રતિબંધક કર્મોનો બંધ કરાવનાર છે, આવું ભવ્યજીવોને સમજાવી શકાયું... તથા (૩) ગૃહવાસ, માતપિતાની સેવા વગેરે ક્રમે પ્રવજ્યા એ ન્યાયસંગત પ્રવ્રજ્યા છે. એનો સંપાદક હોવાથી આ અભિગ્રહ ઉચિત હતો.
શંકા - આ અભિગ્રહથી એટલા કામ પૂરતો ચારિત્રનો નિષેધ થયો. માટે એ ઉચિત શી રીતે ?
સમાધાન - જેમ કાળાન્તરે ઘણી શક્તિ પ્રદાન કરનાર દૂધ વગેરેનો અમુક અવસ્થામાં કરાયેલો નિષેધ પણ ઉચિત જ ગણાય છે એમ કાળાન્તરે (=માતપિતાના સ્વર્ગગમન બાદ) બહુફળ આપનાર ચારિત્રનો માતા-પિતાના જીવનકાળ દરમ્યાન જે નિષેધ થયો તે ઉચિત ન જ હોય એમ કહી ન શકાય.
આ અંગે વિશેષવાત આગળ લેખમાં જોઈશું. તો કાંઈજ હતું નહીં, તો શામાંથી બનાવ્યું? વળી ઈશ્વરદયાળુ છે કે ક્રૂર? ક્રૂર વ્યક્તિ ઈશ્વર હોય શકે નહીં. જો દયાળુ છે તો દુ:ખોનું અને દુર્ગતિઓનું સર્જન શા માટે કર્યું? બધા જીવોને સુખી જ બનાવવા જોઈએ ને? જેવા જેના કર્મો હોય એ પ્રમાણે એ જીવને સારું-નરસું મળે એમ જો કહીએ તો, જીવ દ્વારા કર્મો અને કર્મો દ્વારા સારું-નરસું બન્યા કરે છે. એમ જીવ અને કર્મ (પુદ્ગલ)દ્વારા જ વિશ્વનું સંચાલન થયા કરે છે, પછી એ માટે ઈશ્વરની કલ્પના કરવાની શી જરૂર છે? ઈશ્વર સર્જનહાર માનવામાં આવા બધા ઢગલાબંધ પ્રશ્નો ઉભા થાય છે જેના કોઈ સંતોષકારક ઉત્તર મળી શકતા નથી. માટે ઈશ્વર સર્જનહાર નથી, પણ આ વિશ્વ અનાદિકાળથી હતું, છે અને અનંતકાળ સુધી રહેશે.એમ માનવું જ યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org