________________
૨૧૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
એનો પણ હાલ નિર્ણય નથી, એટલે કે એ પરંપરા શિષ્ટ પુરુષોને સંમત હતી કે નહીં ? એમાં સંદેહ છે. તેમ છતાં, મહાપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે કે એ પરંપરાને દૂષિત ઠેરવવી એ યોગ્ય નથી.
આનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે ‘કોણે પ્રવર્તાવી ? અથવા કયા કાળમાં પ્રવર્તાવી ? એ વાત ગૌણ છે. એને આગળ કરીને એ પરંપરાને દૂષિત ઠેરવી શકાય નહીં.' આવો સૂચિતાર્થ માનવો આવશ્યક પણ છે જ, કારણ કે પ્રવર્તક જે હોય તે, પણ પછીના કાળમાં થયેલા સંવિગ્ન ગીતાર્થ પુરુષોએ (કે જેમાં પોતાના ગુરુવર્ય વગેરે પૂર્વજો પણ સમાવિષ્ટ છે તે મહાત્માઓએ) જો એ પરંપરાને માન્ય કરી છે, તો એ બધા પૂર્વપુરુષો કરતાં શિષ્યે વધારે ડાહ્યા થવાની શી જરૂર ?
એટલે, આ સારભૂત વાત તો માનવી જ પડશે કે ‘આ પરંપરા અશાસ્ત્રીય છે. માટે એને રદ કરીને અમારે શાસ્ત્રીય પરંપરા પર પાછા ફરવું છે' માત્ર આટલી દલીલ કરીને કોઈ પણ પરંપરાને રદ કરી શકાતી નથી. હા, દેશ-કાળાદિ જ ફરીથી એવા સર્જાયા હોય કે ચાલુ પરંપરા કરતાં શાસ્ત્રોક્ત પરંપરા કે પૂર્વપ્રવૃત્ત પરંપરા વધારે લાભકર્તા બની ગયેલ હોય, તો ગીતાર્થ મહાત્માઓ ભેગા થઈને આ વર્તમાન પરંપરાને રદ કરી જ શકે છે, ને પૂર્વપરંપરાને ફરીથી જીવંત કરી શકે છે. પણ એમાં કારણ હમણાં જ કહ્યું એમ, વર્તમાન પરંપરા અશાસ્ત્રીય છે એ નહીં, પણ હવે એ લાભકર્તા રહી નથી, એ છે અથવા પૂર્વપરંપરા ફરીથી વિશેષ લાભકર્તા બની ગઈ છે તે છે.
વર્તમાન બાયપાસ નકશાનુસારી નથી, એટલા માત્રથી એને ઉખેડી ન નખાય. હા, હવે પછી એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય કે જેથી વર્તમાન બાયપાસને હાઈવે તરીકે ચાલુ રાખવામાં ઘણી જ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હોય ને જુના હાઈવેને ચાલુ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org