________________
૨૧૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
પ્રશ્ન : પણ પાછળથી રચાયેલા શાસ્ત્રોમાં તો શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગજી. વગેરે વર્તમાનક્રમનો પણ ઉલ્લેખ છે જ. માટે હવે તો એ શાસ્ત્રોને અનુસરતો હોવાથી આ ક્રમ પણ શાસ્ત્રાનુસારી બની જ ગયો ને ! પછી એને રદ કરવાની જરૂર જ ક્યાં રહે ?
ઉત્તર: નવો બાયપાસ કંડારાયા પછી જો કોઈ નકશો પ્રકાશિત થાય તો પછી એ બાયપાસ પણ નકશાનુસારી બની જ જાય, પણ જ્યાં સુધી એનો સમાવેશ કરતો એવો નવો નકશો પ્રકાશિત થયો ન હોય ત્યાં સુધી ‘એ નકશાનુસારી ન હોવાથી એને રદ કરી નાખવો એવું કોઈ ડાહ્યો કહે નહીં. એમ પ્રસ્તુત માં વિરક્ષિત પરંપરા ચાલુ થયા પછી રચાયેલા શાસ્ત્રમાં એનો પણ ઉલ્લેખ થઈ શકે ને તેથી પછી “એ પરંપરા એ શાસ્ત્રને અનુસરનારી છે એમ કહી પણ શકાય. પણ એવું નવું શાસ્ત્ર રચાયું ન હોય ત્યાં સુધી એ શાસ્ત્રાનુસારી ન જણાવા માત્રથી એને રદ કરી દેવાની વાત શું કોઈ વિચારશીલ પુરુષ કરે ખરા? વળી, નવી પરંપરા શરૂ કરવાની હોય ત્યારે તો એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે જ નહીં. હા એ પરંપરા રૂઢ થયા પછી કોઈ શાસ્ત્ર રચાય તો એમાં એનો ઉલ્લેખ મળી શકે. પણ એવું શાસ્ત્ર રચાયું ન હોય ત્યાં સુધી તો એનો ઉલ્લેખ શી રીતે મળી શકે? પણ એટલા માત્રથી એને કોઈ “આ આચરણા શાસ્ત્રાનુસારી નથી, માટે અમને માન્ય નથી, અમે એને રદ કરી દઈશું.” આવું ન કહે એ માટે જ તો જ્ઞાનીઓએ “આયરણા વિ હુ આણત્તિ' શબ્દો દ્વારા ગીતાર્થોએ પ્રવર્તાવેલી આવી આચરણાઓને આજ્ઞારૂપ કહેવા દ્વારા “શાસ્ત્રીય' હોવી ઘોષિત કરી જ દીધી છે.
એટલે હવે શાસ્ત્રીય પરંપરા પર પાછા ફરવું છે માત્ર આટલું કારણ આગળ કરીને ચાલુ પરંપરાને રદ શી રીતે કરી શકાય ?
પ્રશ્ન : તમારી આ વાત બરાબર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org