________________
૨૫૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે તમારા ઇષ્ટદેવમાં મહત્ત્વ છે નહીં. ખરું મહત્ત્વ તો અમારા ભગવાનમાં છે, કારણ કે તેઓ નિત્યનિર્દોષ છે (અનાદિકાળથી નિર્દોષ હતા, ને ભવિષ્યમાં રહેશે.)
સમાધાન - “વીતરાગ મહત્ત્વવાળા (=મહાન) નથી, કારણ કે નિત્યનિર્દોષ નથી' આવું અનુમાન તમે જે કરવા માગો છો તે બરાબર નથી, કારણ કે નિત્યનિર્દોષ તો ઘડો, આકાશ વગેરે પણ છે જેમાં મહાનતા નથી જ.
વળી, પહેલાં રાગ હતો અને પછી વિશેષ પ્રકારે (=સર્વથા ફરીથી ક્યારેય ન આવે એ રીતે) રાગ જે આત્મામાંથી નીકળી ગયો હોય એને વીતરાગ કહેવાય છે. પણ તમે તો આવા વીતરાગ ભગવાનું માનતા નથી, કારણકે નિત્યનિર્દોષ ભગવાન માનો છો. એટલે “વીતરાગ મહાનું નથી.' વગેરે કહેવું તમારા માટે ઉચિત નથી, અને પ્રત્યક્ષ વગેરે કોઈપણ પ્રમાણથી જો વીતરાગ તમને સિદ્ધ હોય તો તો એ જ પ્રમાણથી એની મહાનતા પણ સિદ્ધ થઈ શકવાથી તમારું આ કથન ઊભું જ નહીં રહી શકે.
શંકા - તમે નિત્યનિર્દોષ તો ઘડો-આકાશ વગેરે પણ છે જેમાં મહત્ત્વ નથી..આવી જે આપત્તિ આપેલી હતી એનું વારણ કરવા અમે એમ કહીશું કે - “વીતરાગ મહાનું નથી, કારણકે નિત્યનિર્દોષ આત્મા નથી....” જે નિત્યનિર્દોષ આત્મા હોય તે જ મહાનું હોય, ઘડો આકાશ વગેરે નિત્યનિર્દોષ છે (કારણ કે એમાં પહેલેથી રાગાદિ દોષો રહેલા નથી) પણ આત્મા નથી, માટે એને મહાનું માની લેવાની આપત્તિ આવી શકતી નથી.
સમાધાન - વિશ્વમાં જે જીવો જોવા મળે છે એમાં તો કોઈનામાં નિત્યનિર્દોષ આત્માપણું રહ્યું હોય એવું જોવા મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org