________________
બત્રીશી-૩, લેખાંક-૨૩
૨૩૧
હિતકર છે. શાસ્ત્રોમાં કહેલ ઉત્સર્ગ માર્ગનો હાલ અવસર નથી.” આવું કહેનારા તે આચારહીન જીવોમાં બીજી બાળતા=મૂર્ખતા પણ બળાત્કારે આવી જ પડે છે, કારણ કે એમાં ગુણવાન્ એવા પણ શાસ્ત્રોક્ત આચાર માર્ગના “એ અત્યારે હિતકર નથી' ઇત્યાદિ રૂપે દોષ ગાવાનું થાય છે. આમ આમાં ગુણવાનૂની જ નિંદા કરવાનું થાય છે એ બીજી બાળતા છે. આચારાંગ (સૂ. ૧૮૬)માં કહ્યું છે કે “૧૮000 શીલાંગમય શીલવાળા, ઉપશાન્ત અને સંખ્યાથી=પ્રજ્ઞાથી સંયમમાં પરાક્રમ કરતા સુસાધુની પાછળ “આ તો અશીલ છે એ પ્રમાણે નિંદા કરતા મંદની=અજ્ઞની એ બીજી બાળતા છે.”એ જ રીતે સ્થાનાંગજીમાં (૩૪૪) પણ આવી શ્રુતિ છે કે “એક પ્રકાર એવો છે પુરુષોનો કે જે સ્ત્રાર્થને (બરાબર) કહે છે પણ એષણા વગેરેમાં નિરત હોતો નથી. આમ ધર્મયુક્ત જીવોનો આવો પ્રકાર આગમસિદ્ધ છે એ બતાવ્યું.
શંકા : આ સંવિગ્નપાલિકોએ સાધુવેશ તો રાખ્યો હોય છે, વળી ધર્મની તેઓમાં હાજરી છે. તો તેઓને પણ સાધુ માની સાધુમાર્ગમાં જ સમાવી લ્યો ને ! જેથી અન્ય માર્ગ કલ્પવાની જરૂર નહીં રહે.
સમાધાન : ઉત્તરાધ્યયનસૂત્રના ૧૭મા પાપશ્રમણીય અધ્યયનમાં કહ્યું છે કે “અસંયતને “સંયત' તરીકે જે બોલાવે છે તે પાપભ્રમણ કહેવાય છે.” વળી “અસંયતને યથાસ્થિત જે કહે છે (એટલે કે અસંયત તરીકે જે કહે છે) તેને પાપશ્રમણ તરીકે નથી કહ્યા. એટલે જણાય છે કે અસંયતમાં સંયતત્વ માનવું એ પાપ છે. સંવિગ્નપાક્ષિક પણ સંયત તો હોતા નથી જ. એટલે અસંયત એવા તેઓમાં સંયતત્વ માની તેઓનો સાધુમાર્ગમાં જ સમાવેશ કરી દેવો એ “પાપ” હોઈ યોગ્ય નથી, વળી એને ગૃહત્યાગ કર્યો હોવાથી એ ગૃહસ્થ તો નથી જ. તેથી સંવિગ્નપક્ષ રૂપ ત્રીજો માર્ગ માનવાનો જ એક માત્ર માર્ગ બાકી રહે છે. એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org