________________
ગયા લેખમાં જેનો ઉલ્લેખ
કરેલો એ ગ્રન્થકારે ધરેલી લાલબત્તીને આ લેખમાં સૌ પ્રથમ જોઈએ. સ્વમતિથી જે અન્ય માર્ગ કલ્પી કાઢવામાં આવે છે
તે ગમે એટલી સારી બુદ્ધિથી આચરવામાં આવે તો પણ સુંદર-પરિણામ લાવનારો બનતો નથી. (કોઈ પણ અનુષ્ઠાનમાં જિનાજ્ઞા એ જ પ્રધાન છે. સ્વમતિકલ્પિત માર્ગમાં એ ન હોઈ એ સુંદર શી રીતે બને ?) પણ સંવિગ્નપાક્ષિકોનો આ જે માર્ગ છે તે સ્વમતિકલ્પિત નથી કિન્તુ આગમસિદ્ધ છે એવું જણાવવા શ્રીમદ્ આચારાંગની અને શ્રીમદ્ ઠાણાંગની શ્રુતિને ગ્રન્થકાર જણાવે છે.
લેખાંક
૨૩
દર્શનપક્ષને જાળવી રાખનારા કેટલાક જીવો સંયમથી નિવૃત્ત થવા છતાં આચારમાર્ગ તો જેવો છે એવો જ કહે છે. શુદ્ધમાર્ગને પ્રરૂપીને તેઓ આ સ્વીકાર કરે છે કે ‘અમે જ કરવા માટે અસમર્થ છીએ, બાકી માર્ગ તો આવો જ છે.’ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે ‘નિવૃત્ત થતા કેટલાક જીવો આચારવિષયને યથાવસ્થિત કહે છે.’ આમાં નિવૃત્ત થતા એટલે કર્મોદયે સંયમથી કે લિંગથી નિવૃત્ત થતા, ‘વા' શબ્દથી નિવૃત્ત ન થતા જીવોની પણ વાત સમજવી. તેમ છતાં, સંયમથી કે લિંગથી નિવૃત્ત થતા હોય કે ન થતા હોય તો પણ સંયમમાં સીદાતા તો જરૂર હોય એ સમજવું. એ સીદાતા જીવોની જ આ સૂત્રમાં વાત છે. યથાવસ્થિત આચાર તેઓ જે કહે છે તેના પ્રભાવે બીજી બાળતામાંથી (મૂર્ખતામાંથી) બચાવ મળે છે. આચારહીનતાના કારણે માત્ર પ્રથમ બાળતા આવે છે. પણ જેઓ સ્વયં આચારહીન હોવા છતાં આમ કહે છે કે “અમે જેવું આચરીએ છીએ એવો જ આચાર છે. વર્તમાનમાં દુષમાકાળના પ્રભાવે બળ વગેરેની હાનિ થઈ હોવાથી મધ્યમમાર્ગ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org