________________
બત્રીશી-૩, લેખાંક-૧૬
૧૫૯
આમાં પણ સમજવા જેવું છે કે-કોઈ યુગપ્રધાન વગેરે વિશિષ્ટ લક્ષણોથી યુક્ત.. વિશિષ્ટ પુણ્યશાળી.. વિશિષ્ટ ગીતાર્થ.. સર્વગ્રાહ્ય વ્યક્તિ ક્યારેક એવી આવશ્યકતા લાગે તો શ્રીસંઘને આવો ફેરફાર સૂચવે છે ને બધા એનો સ્વીકાર કરે છે... કારણ કે વિશિષ્ટ લક્ષણો-ગીતાર્થતા વગેરેના કારણે એમના નિર્ણયમાં વૈતથ્ય હોવાની સંભાવના લગભગ હોતી નથી.
શંકા ગુરુ ગૌતમ સ્વામી જેવા ભૂલ્યા.. તો બીજા કોણ ન ભૂલી શકે ? છદ્મસ્થતા ક્યારેક વૈતથ્ય પણ લાવી શકે ને !
સમાધાન -આવી શક્યતા લગભગ હોતી નથી.. ને છતાં ક્યારેક એવી આવશ્યકતા લાગે તો આ મહાત્માઓના દિલ અત્યંત નિર્મળ હોય છે.. કોઈ જ કદાગ્રહ હોવાની સંભાવના હોતી જ નથી. એટલે ઘણા-ઘણા-ઘણા ગીતાર્થોને જે નુકશાનકર્તા ભાસે એ પણ પકડી જ રાખવું આવો આગ્રહ તેઓને હોવો બિલકુલ સંભવિત હોતો નથી.
પણ આ સિવાય સામાન્યથી સંવિગ્નગીતાર્થો, જ્યારે કોઈ વિશેષ ફેરફાર કરવાનો હોય ત્યારે એકલા નિર્ણય લેતા હોતા નથી.. શાસ્ત્રો, એ રીતે નિર્ણય લેવાનો અધિકાર આપતા નથી.. અરે પોતે જ ગચ્છાધિપતિ હોય.. મહાગીતાર્થ હોય.. બધા પોતાના જ શિષ્યો હોય.. ને પોતે જ ભણાવી-ગણાવીને ગીતાર્થ બનાવ્યા હોય.. તો પણ મહત્ત્વના પ્રશ્ને એ ગચ્છાધિપતિને એકલા નિર્ણય લેવાનો હોતો નથી.. ભલે ને પોતાના જ શિષ્યો હોય... ને પર્યાયમાં ઘણા નાના પણ હોય... તો પણ અન્ય ગીતાર્થો સાથે વિચાર-વિમર્શ કરીને જ નિર્ણય લેવાનો હોય છે. કારણ કે અનેક પરિબળોનો વિચાર કરવાનો હોય છે. છદ્મસ્થતાના કારણે અનાભોગાદિવશાત્ કોઈક મહત્ત્વના પરિબળ તરફ પોતાનું ધ્યાન જાય જ નહીં - ગયું જ ન હોય આવું બધું શક્ય છે. ને તેથી એક જ વ્યક્તિએ લીધેલા નિર્ણયમાં વૈતથ્ય હોવું પણ સંભવિત છે. માટે બહુસંખ્યક ગીતાર્થોને જ આવા નિર્ણયનો અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org