________________
બત્રીશી-૪, લેખાંક-૨૪
૨૫૧ ઉત્તર : રેલવેના પાટા અંગે તો મોટાભાગને નહીં, બધાને જ એવું પ્રતીત થાય છે કે એ આગળ જઈને ભેગા થઈ જાય છે. તો શું બેને સમાંતર નહીં માનો ?
શંકા - એમાં તો આંખની એવી મર્યાદા છે, માટે ભેગા થતા દેખાય છે, ખરેખર કાંઈ ભેગા થતા હોતા નથી.
સમાધાન - પ્રસ્તુતમાં પણ, મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય છે, માટે એકાન્ત નિત્યત્વ વગેરે માત્ર જણાય છે, ખરેખર કાંઈ એ હોતું નથી.
શંકા - પાટા જ્યાં ભેગા થતા દેખાતા હતા, ત્યાં જઈને જોવામાં આવે ત્યારે તો ખબર પડી જાય છે કે એ અહીં પણ ભેગા થતા નથી, સમાંતર જ છે. માટે ભેગા થતા જે દેખાતા હતા તે ભ્રમ હતો. પ્રસ્તુતમાં ક્યાં એવું છે ?
સમાધાન - પ્રસ્તુતમાં પણ એવું જ છે. જયારે મિથ્યાત્વમોહનીયનો ઉદય ખસે છે ત્યારે સમ્યક્ત પ્રગટે છે. ને એના પ્રભાવે વિવેક પ્રગટવાથી નિત્યાનિત્યત્વ નિશ્ચિત થાય છે. એ નિશ્ચિત થવાથી “અત્યાર સુધી મને જે એકાન્ત નિત્યત્વ વગેરે ભાસતા હતા તે ભ્રમ હતો' એવો નિર્ણય થાય છે.
એકાન્તનિત્યત્વ વગેરેને સાબિત કરવા તે તે દર્શનકારો જે દલીલો આપે છે તે કુતર્કો છે. આ કુતર્કો એવો અંધકાર છે કે જેથી વસ્તુનું વાસ્તવિક અનેકાન્તમય સ્વરૂપ જીવને જણાઈ જ શકતું નથી. પ્રભુનાં વચનો સૂર્યપ્રકાશ જેવા છે. એટલે એ વચનો આ કુતર્કરૂપ અંધકારને ભેદી નાખે છે. તેથી મિથ્યાત્વ ગળી જાય છે, સમ્યક્ત પ્રગટે છે ને વિવેક જાગે છે. એટલે વસ્તુનું વાસ્તવિક અનેકાન્તમય સ્વરૂપ છતું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org