________________
૨૦૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ગીતાર્થોની આવી આચરણાઓ એ ખુદ જ પ્રભુની આજ્ઞારૂપ હોવાથી શાસ્ત્રપાઠરૂપ જ છે, એને અન્ય શાસ્ત્રપાઠની જરૂર હોતી જ નથી.
પ્રશ્ન : પણ શાસ્ત્રમાં કંઈક જણાવ્યું હોય. ને ગીતાર્થો જે આચરણા પ્રવર્તાવવા માગતા હોય તે ધરાર એ શાસ્ત્રપાઠથી વિપરીત હોય, આવી આચરણા થોડી ચલાવી લેવાય?
ઉત્તર : આપણે પૂર્વે વિચારી ગયા છીએ કે શાસ્ત્રપાઠ કરતાં વિપરીત હોવા માત્રથી સંવિગ્ન ગીતાર્થોએ પ્રવર્તાવવા ઇચ્છેલી આચરણાને અમાન્ય કરી શકાતી નથી. નકશામાં દેખાડેલા હાઈવે કરતાં જુદી દિશાવાળો હોવા માત્રથી અધિકારી પુરુષે કંડારેલા બાયપાસને શું નકારી શકાય ? વસ્તુતઃ બાયપાસ ધમધમતો થઈ ગયા પછી એ જ હાઈવેરૂપ બની જાય છે. નકશામાં દેખાડેલો જુનો હાઈવે જર્જરિત થવા આદિના કારણે અકસ્માતના ભયથી ગ્રસ્ત હોય ત્યારે “હાઈવે રહેતો નથી. એમ સંવિગ્ન ગીતાર્થોની પ્રણાલિકા પ્રવર્યા બાદ, એ જ મોક્ષમાર્ગ બની જાય છે. પછી શાસ્ત્રોમાં કહેલી જુની આચરણા “મોક્ષમાર્ગ રૂપે અમલમાં રહેતી નથી.
પ્રશ્ન : પણ પટ્ટક વગેરે દ્વારા પ્રવર્તેલી આચરણા અશાસ્ત્રીયઅર્વાચીન હોય તો એ અશાસ્ત્રીય પરંપરા પરથી શાસ્ત્રીય-પ્રાચીન પરંપરા પર પાછા ફરવા માટે તો એ અશાસ્ત્રીય-અર્વાચીન પરંપરાને રદ કરી શકાય ને ?
ઉત્તરઃ ના, ન કરી શકાય, કારણ કે (૧) ગીતાર્થ મહાત્માઓએ જે પરંપરા પ્રવર્તાવી હોય એને “અશાસ્ત્રીય’ કહી શકાતી નથી. પૂર્વે આવી ગયું છે એ મુજબ “આયરણા વિ હુ આણત્તિ આવું શાસ્ત્રીયવચન એને આજ્ઞારૂપ (શાસ્ત્રીય) ઠેરવી જ દે છે. (૨) “શાસ્ત્રોક્ત પરંપરા પર પાછા ફરવું છે... આ ક્યારેય, ચાલુ પરંપરાને રદ કરવાનું પ્રયોજન બની શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org