________________
બત્રીશી-૩, લેખાંક-૨૧
૨૦૭
ગીતાર્થો ‘આમાં શાસ્ત્રપાઠની કાંઈ જરૂર નહીં' (જે પ્રણાલિકા શરૂ કરવા માગતા હોય) ‘એ શાસ્ત્રાનુસારી જ જોઈએ, એના શાસ્ત્રોમાં અક્ષર મળતા જ હોવા જોઈએ...' એવું આવશ્યક નથી.. ‘અક્ષર ન મળતા હોય તેવી પ્રણાલિકા ચાલુ કરી શકાય.' આવું બધું તેઓ કહેતા હોય છે. એટલે શાસ્ત્રવચનોને=પ્રભુની આજ્ઞાને તેઓ માથે રાખતા નથી' એવું શા માટે ન કહેવાય ? ને તેથી એ બધાનો સમૂહ એ ‘સંઘ’ નથી પણ હાડકાંનો માળો છે એમ શા માટે ન કહેવાય ?
ઉત્તર : ચાલી આવેલી પ્રણાલિકાને-પટ્ટકને રદ કરી દેનારા એ મહાત્માને પૂછવામાં આવે કે ‘ફલાણા વર્ષે આ પટ્ટકને રદ કરી દેવો' એવો શાસ્ત્રપાઠ આપો.. ‘શાસ્ત્રમાં આવા મતલબના અક્ષરો દેખાડો' તો જ એ પટ્ટકને રદ કરી દેનારું તમારું પગલું શાસ્ત્રાનુસારી.. તો શું એ ગચ્છાધિપતિ અક્ષરો દેખાડી શકશે ? એમ પૂર્વ પુરુષોએ જે વર્ષથી એ પટ્ટક બનાવીને અમલ શરૂ કર્યો હોય, ‘એ વર્ષથી આવો પટ્ટક બનાવી ફલાણી પ્રણાલિકા શરૂ કરવી' આવો શાસ્ત્રપાઠ માગવામાં આવે, તો શું તેઓ બતાવી શકે ? તો શું એ ગચ્છાધિપતિને ને એમના ગુરુવર્ય વગેરે પૂર્વપુરુષોને પણ હાડકાંનો માળો જ કહેવાનો ? ને તો પછી સંઘ તરીકે કોણ રહેશે ? અમારે ફેરફાર કરવો હોય તો શાસ્ત્રપાઠની જરૂર નહીં. ને છતાં અમે શાસ્ત્રાનુસારી ! ને બીજાઓએ ફેરફાર કરવો હોય તો શાસ્ત્રપાઠ જોઈએ જ, ન આપી શકે તો તેઓ શાસ્ત્રાનુસારી નહીં, તેઓ હાડકાંનો માળો..' આ કેવો ન્યાય ?
વસ્તુતઃ શાસ્ત્રમાં કહ્યું છે કે આયરળા વિ હૈં આળત્તિ. અર્થાત્ બહુસંખ્યક સંવિગ્ન ગીતાર્થોએ જુની આચરણામાં ફેરફાર કરીને પ્રવર્તાવેલી હોય કે નવી પ્રવર્તાવેલી હોય એવી જે કોઈ આચરણા હોય તે પણ આજ્ઞારૂપ જ છે. આનો સૂચિતાર્થ જરૂર એવો નીકળી જ શકે છે કે બહુસંખ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org