________________
બત્રીશી-૩, લેખાંક-૧૮
૧૭૯ વિના વિકલ્પે સ્વીકારી લેવી છે. આ એક તત્ત્વને જાળવી રાખવા માટે બાકીના કરોડો તત્ત્વોમાં કોઈપણ તત્ત્વના બદલે અતત્ત્વની કદાચ શ્રદ્ધા થતી હોય તો પણ સમ્યકત્વ છે ને એનું પાલન કરવામાં વિરતિ છે, એનો અર્થ બાકીના કરોડો તત્ત્વો કરતાં આ એક તત્ત્વનું મહત્ત્વ વધારે છે.
એટલે આ નિશ્ચિત થયું કે ગીતાર્થ ગુરુભગવંતો જે કહે તેને સ્વીકારવામાં આપણને તો લાભ. લાભ ને લાભ જ છે ને એને ન સ્વીકારવામાં નુકશાન, નુકશાન ને માત્ર નુકશાન જ છે.
શંકા - શ્રી ઉપદેશપદ વગેરે ગ્રન્થોમાં પદાર્થ-વાક્યાર્થમહાવાક્ષાર્થના ક્રમે ઐદંપર્યાર્થ તરીકે આ વાત કરી છે કે “આજ્ઞા એ જ ધર્મમાં સાર છે...” આ આજ્ઞા એટલે જિનવચનાત્મક શાસ્ત્રો જ છે ને! માટે કોઈપણ આચરણ ધર્મરૂપ બને કે ન બને ? એનો આધાર એ શાસ્ત્રોક્ત છે કે નહીં ? એ જ છે, નહીં કે એનું સ્વરૂપ અહિંસા સત્ય વગેરથી સંકળાયેલું છે કે નહીં ? એ.... ને તમે તો શાસ્ત્રવચનોને સાવ ગૌણ કરી નાખવાનું કહો છો.... શાસ્ત્રવચનોની કશી જરૂર જ નથી એવું કહી રહ્યા છો, કારણ કે તમે કહો છો કે ગીતાર્થ મહાત્માઓ જે આચરણ કહે તે અંગે શાસ્ત્રપાઠ માગવાનો નહીં. વિપરીત શાસ્ત્રપાઠ મળતો હોય તો પણ એ સ્વીકારી જ લેવાનું.. તહત્તિ જ કરવાનું.. અસ્વીકાર કરવામાં નુકશાન જ છે. વગેરે... જો શાસ્ત્રવચનો આટલા બધા નિરર્થક હોય તો, પરલોક અંગેની વિધિમાં શાસ્ત્ર જ પ્રમાણ છે... વગેરે શા માટે કહ્યું છે ? માટે તમારી વાતો મગજમાં બેસતી નથી.
સમાધાન - શાસ્ત્રપાઠ શા માટે માગવાનો ?
શંકા - કેમ? ગીતાર્થ મહાત્માઓ જે આચરણ કહેતા હોય તે શાસ્ત્રાનુસારી છે કે નહીં ? એ નિર્ણય કરવા માટે.
સમાધાન - એ શાસ્ત્રાનુસારી છે એવો નિર્ણય શી રીતે થાય? શંકા - કેમ ? એ શાસ્ત્રમાં કહ્યું હોય (શાસ્ત્રપાઠ મળતો હોય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org