________________
બત્રીશી-૩, લેખાંક-૧૫
આરોગ્યનો આ એક જ માર્ગ છે આવું માની શકાતું નથી. ચિકિત્સાશાસ્ત્રમાં જે જે પરિસ્થિતિ વગેરેના શબ્દો ન હોય એવી પરિસ્થિતિ વગેરેમાં નિઃસ્વાર્થ-જાણકાર વૈદ્યો જે ચિકિત્સાપદ્ધતિ અપનાવે એ પણ આરોગ્ય પ્રાપ્તિના માર્ગ તરીકે માન્ય બને જ છે. એમ,
જીવને કર્મનો રોગ વળગેલો છે. એનાથી મુક્તિ અપાવીને સંપૂર્ણ ભાવ આરોગ્ય રૂપ મોક્ષ સુધી પહોંચાડનાર છે મોક્ષમાર્ગ. આ માર્ગ શાસ્ત્રવચન રૂપ તો છે જ. પણ, શાસ્ત્રોમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને પુરુષ, આ પાંચેના બધા જ વિકલ્પો દ્વારા બનતા અપાર સંયોગોનું વર્ણન શક્ય જ નથી. સાધકે કરવાના આચરણની વાત આવે એટલે એ પાંચનો વિચાર પણ કરવો જ પડે. અમુક દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની પરિસ્થિતિમાં જે આચરણ લાભકર્તા હોય એ બધી પરિસ્થિતિમાં લાભકર્તા હોય જ એવો નિયમ નથી. ઉપરથી નુકશાન કર્તા પણ બની શકે છે, બની જાય છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિપ્રકરણમાં કહ્યું છે કે‘ભિક્ષાપિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરેમાંની તેવી કોઈક શુદ્ધ અને કલ્પ્ય ચીજ પણ તેવા દેશ કાળાદિમાં અકલ્પ્ય બની જાય છે. એમ સામાન્યથી અકલ્પ્ય ચીજ પણ વિશેષ પ્રકારના દેશકાળાદિમાં કલ્પ્ય બની જાય છે.’ આમાં કલ્પ્ય=હિતકર. અકલ્પ્ય–અહિતકર. એટલે સ્પષ્ટ છે કે દેશકાળાદિ બદલાય તો હિતકર પણ અહિતકર બની શકે છે, ને અહિતકર પણ હિતકર બની શકે છે.
૧૪૩
એટલે શાસ્ત્રોમાં જે સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને વિધાન કે નિષેધ હોય, એ સામાન્ય પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયો હોય ત્યારે એ વિધાન વગેરે અનુપયોગી બની જાય છે. તો પછી એ વખતે કોને અનુસરવું ? આ પ્રશ્ન ઊભો થાય જ. એટલે શારીરિક ચિકિત્સા અંગે જેમ નિઃસ્વાર્થ-જાણકાર વૈદ્યો દ્વારા આચરાયેલી ચિકિત્સાપદ્ધતિ આરોગ્ય પ્રાપ્તિના માર્ગ તરીકે સ્વીકારાય છે, એમ આત્માની ચિકિત્સા અંગે પણ સંવિગ્ન-ગીતાર્થ મહાત્માઓ દ્વારા જે આચરણ આચરાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org