________________
૧૫૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એવું બોલનારા તેઓ જ શાસ્ત્રવચનોનો દ્રોહ કરી રહ્યા હોય છે એ પણ સ્પષ્ટ છે.
વળી, આજે જે શિષ્ટાચાર પરંપરારૂપે ચાલી આવેલા છે એને પણ આજથી સો-બસો-પાંચસો વર્ષ પૂર્વે કોઈકે તો નવા જ શરુ કર્યા હશે. આના પરથી ઘણી બાબતો નક્કી થાય છે. (૧) એમણે જ્યારે શરુ કર્યા એ પૂર્વે તેઓ ખુદ પણ એના કરતાં અલગ પ્રકારનું આચરણ કરતા હશે ને એ અલગ પ્રકારના આચરણકાર, કોઈકે આ નવું શરુ થનાર આચરણ કર્યું હોય તો એનો વિરોધ પણ કર્યો હશે. આપણે એક ઉદાહરણ દ્વારા આ સમજીએ. પૂર્વે શ્રીઆચારાંગજીનું શસ્ત્રપરિજ્ઞા નામનું અધ્યયન શૈક્ષક (=નવા સાધુ) સૂત્રથી અને અર્થથી ભણી લે એ પછી જ એની વડી દીક્ષા કરવાનું વિધાન હતું. એ પૂર્વે એની વડી દીક્ષા કરવાનો નિષેધ હતો. એટલે તો કલ્પસૂત્રમાં આવે છે ને કે પિતા-પુત્ર સાથે દીક્ષા લીધી હોય. પુત્ર ભણી ગયો. ને પિતા હજુ ભણી ગયા નથી. તો પુત્રની પણ વડી દીક્ષા ન કરવી.. પિતા ભણી લે.. પછી જ બન્નેની સાથે કરવી. પિતાને ઘણી વાર લાગે એમ હોય તો એમને સમજાવીને માત્ર પુત્રની કરવી.. પિતાની તો તેઓ ભણી લે પછી જ કરવી. એટલે જણાય છે કે આ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણવા પૂર્વે વડી દીક્ષાનો નિષેધ હતો. પણ હમણાં? હમણાં તો આચારાંગજીને ભણવા પૂર્વે જ, શ્રીદશવૈકાલિકના ષજીવનિકાય અધ્યયનને શૈક્ષક સૂત્ર-અર્થથી ભણી લે એટલે વડી દીક્ષા કરાય છે. આ આચરણ જીત કહેવાયું છે, વિરાધનારૂપ નથી કહેવાયું.
- હવે જેમણે આ ફેરફાર કર્યો હશે એમની ખુદની પણ વડીદીક્ષા શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણ્યા પછી જ થઈ હશે. તથા ફેરફાર કરવા પૂર્વે એમણે ખુદ તથા એમના ગુરુભગવંતોએ પણ, એ અધ્યયન ભણવા પૂર્વે વડી દીક્ષા કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો હશે એ પણ સ્પષ્ટ છે. એટલે જ્યારે એમણે ફેરફાર કર્યો હશે ત્યારે નીચેની બાબતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org