________________
લેખાંક
, ૨૧
ગયા લેખમાં પ્રશ્ન ઊઠેલો કે શાસ્ત્રમતિ જ જૈનશાસનમાં મુખ્ય છે, બહુમતિ કે સર્વાનુમતિ નહીં. તેથી શાસ્ત્રમતિને ગૌણ કરનારા ભગવાનની
આજ્ઞાથી બહાર કેમ ન કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આપણે વિચારીએ. એ માટે આપણે પ્રશ્રકારને પૂછીએ છીએ કે “આ શાસ્ત્રમતિ એટલે શું?”
પ્રશ્ન : શાસ્ત્રનાં વચનો એ જ શાસ્ત્રમતિ છે.
ઉત્તર: એ તો શાસ્ત્રવચન કહેવાય, શાસ્ત્રમતિ નહીં. હકીકતમાં શાસ્ત્રો શબ્દાત્મક હોવાથી પુદ્ગલમય છે. પુદ્ગલો જડ હોવાથી એની કોઈ મતિ=બુદ્ધિ હોતી જ નથી. એટલે શાસ્ત્રમતિ શબ્દનો સીધેસીધો તો કોઈ અર્થ છે જ નહીં. થોડા આડા-અવળા થઈને અર્થ કરવો હોય તો આવો થઈ શકે કે – શાસ્ત્ર વચન પરથી ગીતાર્થોને પૂર્વાપર અવિરોધપણે થતો અર્થબોધ એ શાસ્ત્રમતિ છે. આ અર્થબોધ ગીતાર્થના જ્ઞાનરૂપ હોવાથી “ગીતાર્થમતિ રૂપ જ બની જાય છે. એટલે આવા કોઈ પણ નિર્ણય માટે ગીતાર્થમતિ એ જ આધારરૂપ બની રહે છે.
પ્રશ્ન : તમારી, ગીતાર્થમતિની આ વાતો બરાબર લાગે છે. પણ એ ગચ્છાધિપતિ તે તે શાસ્ત્રવચનનો જેવો અર્થ કરે છે એવો ન કરતાં જુદા જુદા પ્રકારનો અર્થ આ અન્ય ગીતાર્યો કરે છે. માટે આ અન્ય ગીતાર્થો પ્રભુની આજ્ઞા માનતા નથી એમ એ ગચ્છાધિપતિ ન કહી શકે?
ઉત્તર : તો તો એ અન્ય ગીતાર્થો પણ કહેશે કે - “આ ગચ્છાધિપતિ આજ્ઞા માનતા નથી, માટે હાડકાંના માળા સ્વરૂપ છે, કારણ કે અમે જેવો અર્થ કરીએ છીએ તેવો તેઓ કરતા નથી. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org