________________
શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય
૨૫
પછી હેમસૂરિના વચનથી જયસિંહ રાજાએ કર માફ કર્યો. મચ્છી જાળ બંધ કરાવી, અને કરોડો સોનૈયા પુણ્યદાનમાં ખર્મા. આવી રીતે જયસિંહ રાજાને દઢધર્મી કરી આચાર્યશ્રીએ પાટણથી વિહાર કર્યો.
ઉગ્ર વિહાર કરતાં કરતાં એક અવસરે એક દેવતાએ મધ્ય રાત્રે આવી હેમસૂરિને કહ્યું કે “અન્ય દેશમાં જવું તજો, આપ ગુજરાતમાં રહેશો તો ઘણો લાભ થશે.' ગુરુ દેવતાનું વચન માની પાટણમાં પાછા આવ્યા.
૭. શ્રી હેમચન્દ્ર અને કુમારપાળનો સમાગમ એક વખત કુમારપાળ નામનો સિદ્ધરાજના પિતરાઈ ભાઈ ત્રિભુવનપાળનો પુત્ર* રાજ્યસભામાં આવ્યો; ત્યાં તેણે સિદ્ધરાજની પાસે બેઠેલા હેમચંદ્રસૂરિને જોઈ વિચારવા લાગ્યો કે આ દમી મુનિ, રાજાને માન્ય છે તો
*વિમળદેવ
કરણ
ક્ષેમરાજ
સિદ્ધરાજ
ત્રિભુવનપાળ
કુમારપાળ મહિપાળ કૃતપાળ પ્રેમલબાઈ દેવલબાઈ
સિદ્ધરાજના | સાઠંબરીના સેનાપતિ કૃઢ | પૂર્ણ રાજાને
દેવને વરી. | વરી. સત્ત્વશાલી હોવા જોઈએ. તેથી તે પૈષધશાળામાં આચાર્યશ્રીને વાંદવા ગયો. ત્યાં વંદના કરી બેઠો અને પુછ્યું કે હે મહારાજ! નર કયા ગુણથી શોભે છે? ત્યારે સૂરિએ કહ્યું “સત્ત્વ ગુણથી અને પરદારા ત્યાગથી” કહ્યું છે કે –
प्रयातु लक्ष्मीश्चपलस्वभावा, गुणा विवेकप्रमुखा प्रयान्तु ।
प्राणाश्च गच्छन्तु कृतप्रयाणाः मा यातु सत्त्वं तु नृणां कदाचित् ॥ અર્થ - ભલે ચંચળ સ્વભાવવાળી લક્ષ્મી જતી રહે, ભલે વિવેક આદિ ગુણો ચાલ્યા જાય, અને પ્રયાણ કરવાનો તત્પર એવા પ્રાણ પણ જાય, પણ મનુષ્યોનું સત્ત્વ કદાપી ન નાશ પામશો.
પછી અર્જુને હનુમાનને જીતી સત્ત્વના પ્રભાવે કનક મેળવ્યું હતું તે દષ્ટાંત આપ્યું, અને કહ્યું કે સત્ત્વ એકલો હોય, અને શીયળ ન હોય તો તે નકામું. પછી શીયલનું દષ્ટાંત કલિકાલમાં થયેલસંગ્રામ સોની કે જેણે રૂત વગર આંબો ફળવાળો કર્યો હતો તે કહ્યું. આથી કુમારપાળે ત્યાંજ પરનારીના ત્યાગનો નિયમ ગુરુ પાસેથી લીધી. પછી હંમેશ ઉપદેશામૃતનું પાન કરવા કુમારપાળ ઉપાશ્રયે આવતો, અને કેટલાએક દિવસ જયસિંહની સેવામાં રહી દધિસ્થળમાં ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org