________________
શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય
૨૩
રાજાને બૂઝવું અને તેથી શાસનને દીપાવું એવી વિદ્યા આપવા કહ્યું તે વિમળશ યક્ષે માંગેલી વિદ્યા ત્રણેને દીધી. પછી શ્રી આચાર્ય વિદ્યા ગ્રહીને ગુરુ પાસે આવ્યા, અને વંદન કર્યું, ગુરુ હર્ષ પામી ધ્યાનમાં બેસી આંબીલથી છ માસ સુધી દેવતાનું આરાધન કર્યું, એટલે શાસનદેવી પ્રગટ થઈ કે “આપના શિષ્ય હેમાચાર્ય તે પદવીને લાયક છે. આથી મનમાં જે હતું તે દેવીએ કહેલ છે એ જાણી ગુરુહર્ષિત થયા. ત્યારપછી પોતે નાગપુરિ જ્યાં ધનદ નામનો વણિક વસતો હતો ત્યાં આવ્યાં ત્યાં શ્રી હેમાચાર્યને પાટ પર બેસાડી ગુરુ શિષ્ય સાથે પાટણમાં આવ્યા.
૬. શ્રી હેમચન્દ્રજી અને મહારાજા સિદ્ધરાજ આ વખતે મહારાજા સિદ્ધરાજ જયસિંહ પાટણમાં રાજ્ય કરતો હતો, તેને અને શ્રી હેમાચાર્યને મેળાપ થયો. વાતચિતપરથી આચાર્યપર રાજાને બહુ પ્રીતિ થઈ, તેથી પોતાને ત્યાં આવી ધર્મોપદેશ કરવા રાજાએ વિનંતિ કરી. એક વખત રાજસભામાં શ્રી હેમસૂરિ બેઠા હતા, ત્યા રાજાએ પ્રશ્ન કર્યો કે “ખરો ધર્મ કયો?' સૂરિએ કહ્યું કે “ધર્મની પરીક્ષા કરવી જોઈએ, અને તેમાં જે કસોટી કરતાં ખરો લાગે તે ખરો. આ ઉપર એ દષ્ટાંત આપું છું, તે પરથી સમજાશે
યશોમતિ નામની નારી એક શંખ નામના વણિકને હતી. તે વાણીયો બીજ પરણ્યો, અને તેમાં લુબ્ધ રહેવા લાગ્યો. આથી યશોમતિને દ્વેષ થયો, તેથી એક મંત્રવાદી પાસેથી મંત્રવાળી મૂળી લીધી કે જે ખવરાવવાથી ધણી બળદ થાય. યશોમતિએ તે પોતાના ધણીને ખવરાવી બળદ કર્યો, આથી શોકયે રાજાને વાત કરી. રાજાએ યશોમતિને તે બળદ આપ્યો. હવે યશોમતિ હંમેશા તે બળદને ચારવા લઈ જાય છે. એક વખતે વિદ્યાધર અને વિદ્યાધરી વિમાનમાં બેસીને જતાં હતાં, ત્યારે વિદ્યાધરીએ યશોમતિને રૂદન કરતી જોઈ અને તેના દુઃખનું કારણ પોતાના સ્વામી વિદ્યાધરને પૂછ્યું, તેણે કહ્યું પોતાના ધણીને બળદ કરેલ છે તે છે.” ત્યારે ફરી વિદ્યાધરીએ દયા લાવી તેનો ઉપાય પૂછ્યો. ત્યારે વિદ્યાધરે કહ્યું “જ્યાં તે નાર બેઠી છે ત્યાં એક જડીબુટ્ટી છે. તે જો બળદને ખવરાવે તો ફરી તે પુરુષ થાય.” વિદ્યાધર પોતાની સ્ત્રીની સાથે ચાલ્યો ગયો, પણ યશોમતિએ તે સાંભળ્યું એટલે જેટલાં ઘાસ ત્યાં ઉગ્યાં હતાં તે બધાં ચુંટી લઈ દરેક છોડ બળદને ખવરાવવા લાગી. આમા શુદ્ધ મૂળીયું-જડી-બુટી હતી તે ખવરાવી, એટલે તે બળદ પુરુષ થયો.
આ દૃષ્ટાંત ઉપરથી હે મહારાજ! આપ લક્ષ આપી દર્શન છે તે સર્વ પારખીને તેમાંથી સાચો ધર્મ ગ્રહણ કરો. આવાં ગુરુનાં વચન સાંભળી શ્રી સિદ્ધરાજ હર્ષિત થયો.
પછી રાજાએ સિદ્ધપુરીમાં રૂદ્રમાળ નામનું મંદિર બંધાવ્યું તેની સાથે પોતાના આભ મંત્રી પાસે એક રાયવિહાર નામે જિનપ્રાસાદ કરાવી તેમાં શ્રી વિરપ્રભુની મૂર્તિ સ્થાપી. . એક વખત શ્રી હેમસૂરિને રાજાએ પૂછ્યું કે “ઈશ્વર અને અરિહંતમાં અંતર શું? ત્યારે તેણે કહ્યું કે ઈશ્વર (શંકરની ઉપર છે તેમ) ના મસ્તકે ચંદ્ર રહે છે, જ્યારે અરિહંતના ચરણે તે ચંદ્ર નમે છે.” વળી સુતારને તેડાવી તેને તે અંતર પૂછો એમ કહેતાં સુતારને રાજાને બોલાવ્યો. તેણે કહ્યું કે “અમારા શાસ્ત્રમાં એવું છે કે સામાન્ય ઘરમાં નરની પાંચ શાખા છે, રાજાના ભુવનમાં સાત છે, ઈશ્વરભુવનમાં નવ અને જિનગૃહમાં એકવીશ હોય છે. શિવમંદિરમાં એક મંડપ હોય છે, જ્યારે જિનગૃહમાં એકસો આઠ હોય છે. જિનમુદ્રા પદ્માસનમાં સ્થિત હોય છે અને નવગ્રહ તેમના ચરણને સેવે છે. વળી તેને દેખીને ભય ઉપજતો નથી. જ્યારે બીજા દેવોના હાથમાં હથિયાર, પાસે નારી વિગેરે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org