________________
છોડે, સાવઝ જો પીછેહઠ કરે તો હેમચંદભાઈ પોતાની ટેકથી પાછા હઠે આવી એમની શાખ હતી.
એ રૂના વ્યાપારી હતા, પણ મોસમ પ્રમાણે બીજા ધંધાય કરતા. સંતોષનો ને નિરાંતનો એ જમાનો હતો. પોતે પૂરતું કમાતા-રળી લેતા એટલે એમને બીજી કશી હાયવોય કે ઉપાધિ ન હતી.
વ્યાપારની જેમ એમનો સંસાર પણ સાજા-નરવો હતો. એમનાં ધર્મપત્નીનું નામ સૌ. જમનાબહેન. જમના નદીમાં પાણીનો અખંડ પ્રવાહ વહે એમ એમના જીવનમાં સાદાઈ, સેવા ને સંતોષ જેવા આદર્શ ગુણોનો ઝરો સતત વહ્યા કરતો.
સંસાર જીવનના મધુરાં ફળ જેવાં એમને ત્રણ પુત્રો હતા: મોટા સુખલાલ, વચેટ હરગોવિંદ ને નાના નરોત્તમ.
નાના નરોત્તમ એ જ આપણા ચરિત્રનાયક. વિ.સં. ૧૯૫૫ની દેવઊઠી અગ્યારશે એમનો જન્મ થયો હતો.
જે પર્વદિને યમુનાના લાલ, પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દરિયામાં જાગ્યા, એ જ પુણ્યદિવસે બોટાદમાં માતા જમુનાના લાલ “નરોત્તમ'નો જન્મ થયો.
આ પણ વિધિનો કેવો સુંદર સંકેત !
સંસ્કાર ઘડતર
નરોત્તમનો ઉછેર ઠીક ઠીક કહી શકાય એવા સંસ્કારી અને સાદા વાતાવરણમાં થયો.
મોટેરાંની ધાક ખાસ નહિ, છતાં ઘરનું વાતાવરણ જ એવું સ્વસ્થ હતું કે બધાં મોટેરાંની આમન્યા જાળવવામાં ને પોતાને કરવાના કામમાં નિયમિત રહેતાં. પોતાથી મોટાનું બહુમાન કરવાની વૃત્તિ નરોત્તમને પાયાના સંસ્કાર તરીકે મળી હતી.
એ સમજણા થયા ત્યારથી કુટુંબગત ધાર્મિક સંસ્કારો પણ એમણે ઝીલવા માંડ્યા. રોજ દેરાસરે જવું, દર્શન-પૂજન કરવાં, એ એમાં મુખ્ય હતા. નાના હતા ત્યાં સુધી બા કે બાપુજી સાથે ને સમજુ થયા પછી પોતાની મેળે, ઉપાશ્રયે સાધુમહારાજ હોય તો તેમને વંદન કરવા જતા.
નાનપણથી એમનામાં પરગજુપણાનો, કોઈનું ભલું કરી છૂટવાનો સંસ્કાર સારા પ્રમાણમાં ખીલેલો. આડોશ-પાડોશમાં કોઈ નાના-મોટા કાંઈ પણ કામ ચીંધે, તો તેઓ હોંશે હોંશે કરી આપતા; ઘરડાંને માંદાની માવજત પણ બને તેટલી કરતા. ઉપાશ્રયે સાધુ આવ્યા હોય, ને તેમણે શ્રાવકનાં ઘર ન જોયાં હોય, તો ખૂબ હોંશથી તેઓ એમને ઘરે ઘરે લઈ જતા.
Ja
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org