Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 161
________________ (૪૬) છેલ્લા દિવસો માગશર વદિ ત્રીજની સવાર ઊગી. વાતાવરણ વાદળિયું હતું. શિયાળાની ઋતુ હોઈ સ્વાભાવિક ઠંડક વ્યાપી હતી. પાંજરાપોળમાં માનવમેદની વહેલી સવારથી જ ઊભરાવા લાગી હતી. આજે એમના પરમશ્રદ્ધેય, હેતાળ મહારાજ સાહેબ વિહાર કરી જવાના હતા. હવે દિવસો સુધી એમનાં દર્શનનો ને આશીર્વાદનો લાભ નહોતો મળવાનો. એટલે આજે મન ભરીને એ લાભ લઈ લેવાની જાણે પડાપડી ચાલતી હતી. મહારાજ સાહેબ જાય છે, એ વિચારે સૌના દિલમાં જેટલી ગમગીની ફેલાતી હતી, એટલો જ આનંદ ‘તેઓ પ્રતિષ્ઠાના મહાન કાર્ય માટે જઈ રહ્યા છે એ ખ્યાલ આવતાં છવાતો હતો. અને એ ખ્યાલે એમને પોતાના શ્રદ્ધેય આ પુણ્યપુરુષની મહત્તાની, એમના પુણ્યબળની પણ કલ્પના આવતી હતી. નિયત કરેલા શુભ સમયે પરમ ગુરુદેવોની મૂર્તિઓને વંદન કરીને, શ્રી વિજયનંદનસૂરિજી, મુનિસમુદાય સાથે ઉપાશ્રયની બહાર નીકળીને ચાર માણસો ઉપાડે એવી મોટી ડોળીમાં બેઠા, ત્યારે જનતાએ એમને જયનાદથી વધાવી લીધા. એમના પ્રસ્થાનને સૌએ અંતરની મંગળકામનાઓ વાંછી. પાંજરાપોળથી નીકળી, રિલીફ રોડ, લાલ દરવાજા, નહેરુપુલ થઈને પાલડી વિસ્તારમાં આવ્યા. ત્યાં શ્રી ભોગીભાઈ સુતરિયા, ડૉ. રસિકભાઈ સ્વરૂપચંદ શેઠ વગેરેની વિનંતિથી તેમને આંગણે પગલાં કરતાં કરતાં ફત્તેહપુરા શ્રી રમણલાલ ચંદુલાલ ગાંધીને બંગલે પધાર્યા. ત્યાં કલાક સ્થિરતા કરી પચ્ચખાણ પાર્યું. અહીંથી સામૈયા સાથે શાંતિવન શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં પધાર્યા. ચાલુ સામૈયામાં શ્રી વિવેકવિજયજીને બોલાવ્યા; કહે : “કેશુભાઈ શેઠ અત્યારે દસ વાગે આવવાના છે. એમનાથી પગથિયાં નથી ચડી શકાતાં. એટલે બહાર ચોકમાં એક પાટ ને એક ખુરશી મુકાવી દેજે.” વિવેકવિજયજીએ અચકાતાં અચકાતાં કહ્યું: “પણ સાહેબ ! આજે છાપામાં આવ્યું છે કે કેશુભાઈ શેઠના દીકરા મનુભાઈ રાત્રે ગુજરી ગયા છે. આવું હોય તો શેઠ આવે ખરા ?” આ સાંભળીને તેઓ એકદમ ચોંકી ગયા. કહે: “સાચી વાત છે?” હાનો જવાબ મળતાં મને બોલાવીને કહે: “આવું બન્યું છે. મનુભાઈ કેવા સારા માણસ હતા ! હવે શેઠ નહિ આવે.” આટલું કહીને તેઓ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. મોં પર વિષાદની રેખાઓ અંકિત થઈ. સામૈયું જ્ઞાનમંદિર પહોંચ્યું. ત્યાં મંગલાચરણ કરી પોતે જ દસ મિનિટ પ્રવચન આપ્યું. भवजलहिमि अपारे, दुलहं मणुअत्तणं पि जंतूणं । तत्थ वि अणत्थहरणं, दलहं सद्धम्मवररयणं ।। આ ગાથાના વિવેચનમાં સંસારની સમુદ્ર સાથે સરખામણી કરી બતાવી. સંસારની અસારતા ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196