Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 187
________________ આપેલી. હું તને આપી દઉં.” હું શરમાઈ ગયો. મેં ના કહી. પણ પછી એમની કૃપા અનરાધાર વર્ષવા લાગી. એ રાતથી જ મને કર્મગ્રંથના અર્થ કરાવવા માંડ્યા. હું મૂળ ગાથા બોલું ને તેઓ એના અર્થ સમજાવે. આમ છ કર્મગ્રંથ કરાવ્યા. આ પહેલાં ચાર પ્રકરણ પણ કરાવેલાં. આપણને ન સમજાયું હોય ને એમને સો વાર પૂછવા જઈએ તો તેઓ નારાજ થવાને બદલે ઊલટા આનંદ પામતા, આનંદથી કંટાળા વિના સમજાવતા. તેઓ ત્યારે જ કંટાળતા કે જયારે આપણને ન સમજાયું હોય તોય સમજ્યા હોવાની હા કહીએ. આ વાતની એમને ભારે ચીડ હતી. શત્રુંજય માહાભ્યનો અમુક ભાગ, જીવસમાસ પ્રકરણ, દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ નંદિસૂત્ર મલયગિરીયવૃત્તિ, કમ્મપયડીનો અમુક અંશ અને ગુણસ્થાનક ક્રમારોહ, ભાવપ્રકરણ, પંચનિગ્રંથી પ્રકરણ વગેરે અનેક નાના મોટા ગ્રંથોનો અભ્યાસ એમણે સ્વયં અંતરની વિશુદ્ધ લાગણીથી મને કરાવ્યો હતો. અને પંડિતાદિક પાસેના મારા અભ્યાસમાં પણ પૂરો રસ લઈને એમણે માર્ગદર્શન આપ્યું રાખ્યું હતું. આ ઉપરાંત એમના વાત્સલ્યના અમૃતપાનના અસંખ્ય નાના-મોટા પ્રસંગો મેં માણ્યા છે. શિયાળામાં ને ચોમાસામાં રાતે- અડધી રાતે મને તેઓશ્રી કાયમ અચૂક કામળી ઓઢાડી જતા. રાત્રે પોતે જ્યાં હોય ત્યાં આસપાસમાં જ મારો સંથારો કરવાનું કહેતા. સવાર-સાંજના પ્રતિક્રમણ વર્ષો પર્યત સાથે કર્યા છે. એ વખતે થતી વાતોમાં પણ એમની નિખાલસ વૃત્તિ, સર્વોત્કૃષ્ટ ઉદારતા, એમનો અસામાન્ય બુદ્ધિવૈભવ, એમની અનોખી દીર્ઘદ્રષ્ટિ અને એમના નિર્ચાજ વાત્સલ્યની મને સદા સર્વદા પ્રતીતિ થતી રહી છે. પ.પૂ. શાસનસમ્રાટ પરમ ગુરુભગવંતનું જીવન ચરિત્ર તૈયાર કરાવીને છપાવવાની એમની ભાવના અતિઉત્કટ હતી. આ ભાવનાને સફળ બનાવવા માટે એમણે લગભગ બાવીશથીયે વધુ વર્ષો પર્યત તપ કર્યું હતું. એ ગાળા દરમિયાન એ માટે અનેકવિધ પ્રયત્નો પણ કર્યા હતા, પણ એ ફળવાન ન બન્યા. છેવટે સં. ૨૦૧૬માં તેઓ થાક્યા. આનું કારણ એ હતું કે અન્ય લોકો તરફથી એમના પર એવું દબાણ આવવા માંડ્યું કે, “આપ જ એ તૈયાર નથી કરાવતા અને નથી છપાવતા.” પોતાની ઉત્કટ ભાવના અને આ પ્રકારના કંઈક દબાણને વશ થઈને એમણે પોતે તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયોદયસૂરિજી મહારાજે સંયુક્ત રીતે કરાવેલી શાસનસમ્રાટના જીવનની વિસ્તૃત નોંધને આધારે શ્રી ફૂલચંદ હરિચંદ દોશી (મહુવાકર)એ તૈયાર કરેલ જીવનચરિત્રને પુસ્તકરૂપે છપાવવાનો એમણે વિચાર કર્યો. એ પોતે આખું લખાણ વાંચી ગયા. પછી, એ લખાણ મારા પૂ. ગુરુજી (પૂ. પંન્યાસ શ્રીસૂર્યોદયવિજયજી ગણિ)ને આપ્યું. એ આપતી વખતના એમના શબ્દો હતાઃ “તમે આ બધી નોટો વાંચી જાવ. એમાં ઠીક લાગે તો સુધારા કરીને મને આપો, એટલે હું એ છપાવી દેવા ચાહું છું. જેવું છે તેવું છપાવી દેવું છે. હવે વાટ નથી જોવી. આ ઉપરથી પછી જેને સારું લખવું હશે એ લખશે. અત્યાર સુધીમાં આવું ય કોઈએ તૈયાર નથી કર્યું, માટે મારે તો આ જ છપાવી દેવું છે.” એ નોટો મારા પૂ. ગુરુજી વાંચવા લાગ્યા. કુતૂહલ અને જિજ્ઞાસાવૃત્તિએ મને પણ એ જોવા - ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196