Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 193
________________ (૬) એક દિવસ પૂજ્યવરે મને કહ્યું: “મારી નાની ઉંમરમાં મારી ભાવના હતી કે કલ્પસૂત્ર અને નન્દિસૂત્ર બંને કંઠસ્થ કરવા. પણ એ કરવા જેવા સમય સંયોગ ન મળ્યા ને કરી નથી શક્યો. તું નંદિસૂત્ર મોઢે કર.” મેં એ આદેશ સ્વીકાર્યો. મૂળ નંદિસૂત્ર કંઠસ્થ કર્યું. એ અરસામાં પૂવર ડબલ ન્યુમોનિયાની ગંભીર બીમારીમાં પટકાયા. તેઓ મને પાસે બેસાડતા, ને રોજ ત્રણ વાર પંચસૂત્ર-પ્રથમ સૂત્રનું શ્રવણ કરતા; નંદિસૂત્ર પણ કાયમ સાંભળતા; સાંભળતી વખતે ખૂબ એકાગ્રભાવ રાખતા અને ઘણો આહલાદ પામતા. (૭) શાંતિવન (અમદાવાદ)ના દેરાસરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ત્યાં શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે આવેલા. એમની જોડે આગમોની અનેક વાતો પૂજ્યવરે કરી. એમાં વચ્ચે વચ્ચે શ્લોકો પણ ઘણા બોલ્યા. એ પ્રસંગે કહેઃ “વિદ્વાનોનો આનંદ કરોડપતિ કદી લઈ ન શકે. પણ વિદ્વાન ધારે તો કરોડપતિનો આનંદ જરૂર લઈ શકે છે. વિદ્વાનમાં અને કરોડપતિમાં આટલો તફાવત છે.” (૮) શ્રી કલ્યાણભાઈ ફડિયાના નાના ભાઈ મહેન્દ્રભાઈના પુત્રનું બ્રેઇન-ટ્યુમરના રોગમાં નાની ઉંમરે અવસાન થયેલું. એ પછી એકવાર ફડિયાની વિનંતિથી પૂજ્યવર એમના બંગલે પધારેલા. તે વખતે સંસારનું સ્વરૂપ સમજાવીને એમનો શોક ઓછો કરવા એમણે એક દાખલો આપ્યો: છોટાલાલ લલ્લુભાઈ ઝવેરી અમદાવાદના એક નંબરના આગેવાન શેઠ અને શ્રાવક હતા. વિદ્યાશાળાના વહીવટદાર હતા. એમનો અઢાર કે વીસ વર્ષનો દીકરો અચાનક ગુજરી ગયો. એમની પ્રતિષ્ઠા એવી કે આખું ગામ એમને ત્યાં પાથરણે આવેલું, એ સમયે છોટાભાઈએ એક માળાનો ડબ્બો રાખી મૂકેલો. જે આવે એને કહે: “એ મારો મહેમાન બનીને આવેલો, એ પાછો ચાલ્યો ગયો છે. હવે એની પાછળ શોક કરવાથી શું? આ એક માળા લો ને નવકાર ગણો. એના આત્માને એથી શાંતિ મળશે.” (૯) એકવાર કોઈકે પૂછાવ્યું કે પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય કે નહીં? ઘણા ના પાડે છે, આપના જવાબ પર નિર્ણય અવલંબે છે. આ વાંચીને પૂજ્યવર કહે: “મજાની વાત છે આ. શ્રાવકનો દીકરો વાસણનો વેપારી હોય, એ ત્રિગડા તૈયાર કરીને વેચે ને દેવદ્રવ્યના પૈસા લે, એમાં એને કોઈ દોષ નહિ. કેમ કે એણે વસ્તુ આપીને પૈસા લીધા છે. તો પછી પૂજારી એના મહેનતાણાના પગારના પૈસા, દેવદ્રવ્યમાંથી શા માટે ન લઈ શકે? એ તો એની મહેનતના પૈસા લે છે, એમાં શો વાંધો? મને તો જરાય વાંધો નથી લાગતો.” (૧૦) પૂજયવરની પાસે મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે રચેલા લોકપ્રકાશ ગ્રંથનાં તેમણે પોતાના હાથે જ ચિતરેલાં ચિત્ર-યંત્રાદિકના અઠ્ઠાવન કે એટલાં પાનાં હતાં. એ પાનાં જેમાં હોવા જોઈએ એ આખી પ્રત ન હતી; માત્ર એમાંના આટલાં પાનાં જ હતા. પૂજ્યવરે એકવાર આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને એ દેખાડેલાં. આ પછી કેટલાંક વર્ષ બાદ કોઈક ગામના ભંડારમાંથી પુણ્યવિજયજી મહારાજને લોકપ્રકાશની વિનયવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી આખી * . ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196