________________
શેઠને નહિ મળે, એ તારા જેવા નિંદકને મળશે. માટે કોઈ સારું કામ કરે તો એની નિંદા ન કરવી.” આટલું કહીને હાજીએ એક વાર્તા કહી :
“એક શેઠ હતા. સુખી ને દયાળુ. એણે પોતાના ગામમાં દાનશાળા ખોલી. જે આવે એને જમાડે. એક દહાડો બપોરના અસૂરા બે સંન્યાસી આવી ચડ્યા. થાકેલા હતા. શેઠે તરત રસોઈનો બંદોબસ્ત કર્યો. લાડવા બનાવવાનું રસોઈયાને કહ્યું. રસોયો ઘી લેવા ગયો. ઘી લઈને પાછા વળતાં ખુલ્લી તપેલીમાં કાંઈક ઝેર-ગરલ પડી ગયું; એની એને ખબર ન પડી. એણે તો લાડવા બનાવ્યા. શેઠે પૂરા ભાવથી બંનેને જમાડ્યા. જમીને બેય ઊંઘી ગયા. પણ ઊંઘ્યા તે ઊંઘ્યા જ; પછી જાગ્યા જ નહિ; બંને મરી ગયા !
“શેઠને ફાળ પડી. એમને થયું ઃ નક્કી મેં મહાપાપ કર્યું. એ તો ત્યાં જ અન્નજળ ત્યાગ કરીને ધ્યાનમાં બેઠા. આ વાતની ગામમાં ખબર પડતાં લોકો જાતજાતની વાતો કરવા માંડ્યા.
હવે, શેઠના પુણ્ય ઇન્દ્રનું આસન ડોલ્યું. ઈંદ્રે બધી વાત જાણી. શેઠને બચાવવા ઘરડા બ્રાહ્મણનું રૂપ ધરીને એ ગામ બહાર આવ્યો, ત્યારે એને વિચાર આવ્યો કે શેઠ તો પુણ્યવંત છે. એને તો પુણ્ય જ મળ્યું છે. પણ આ બે મર્યાં, એની હત્યાનું પાપ કોના ખાતે જમા કરવું ? આ વિચારમાં ચાલતાં ચાલતાં એની નજરે એક ડોશી પડ્યાં. ડોશીને પૂછ્યું : “માજી ! ફલાણા શેઠની દાનશાળા ક્યાં આવી ?’’
એટલે ડોશી તાડૂકી : “જા, તુંય જા ! બે તો લાંબા થઈને પડ્યા છે, હવે તુંય મરવા જા !’ અને એ તો શેઠની બે જીભે નિંદા કરવા લાગી.
ઇન્દ્રને એની શંકાનો ઉકેલ મળી ગયો. એણે હત્યાનું પાપ ડોશીને ખાતે જમા ક૨વાનું નક્કી કરી લીધું. પછી શેઠને ત્યાં જઈ, સમજાવીને એમના ઉપવાસ છોડાવ્યા.
વાત પૂરી કરતાં પેલા હાજી પેલા ઉતાવળિયાને કહે : ‘એ ડોશીની જેમ તું નિંદા કરીશ તો, એ મૃત્યુના પાપનો ભાગીદાર તું બની જઈશ. માટે કોઈના સારા કામની નિંદા ન કરતો’.”
બે
આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું : “આ ઉજવણીમાં થોડોગણો સાવદ્ય વ્યાપાર તો થવાનો જ. એનું પાપ કોને માથે ? આપણે તો શુદ્ધ બુદ્ધિથી ઉજવણી કરી છે.’’
(૫) એક જાપાનીઝ બૌદ્ધ સાધુ ‘ચૂ- સી- હા- સી’ નામના આવેલા. એમને આગમોનો અભ્યાસ ચાલુ હતો. એકવાર ડૉ. સી.એફ. શાહને લઈને તે પૂજ્યવ૨ પાસે આવ્યા. પૂજ્યવરે એમને પાંચ મહાવ્રત, યમ-નિયમ, ચાર ભાવના વગેરે પદાર્થો સમજાવ્યા. પછી એમણે એક પ્રશ્ન રજૂ કર્યો : “આજના વૈજ્ઞાનિક યુગમાં ધર્મનો ઉપયોગ શો ? ધર્મની શી જરૂર ?”
પૂજ્યવરે ખૂબ સરળ અને સરસ જવાબ આપ્યો : “અનીતિ તરફ જનારને નીતિને રસ્તે લઈ આવે તેનું નામ ધર્મ. અનીતિ કરનારને સરકાર કાયદા દ્વારા શિક્ષા – સજા કરે છે, પણ તેથી અનીતિ ઘટતી નથી. ધર્મ પણ આ જ કામ કરે છે; પણ તે પ્રેમથી. ધર્મ, પ્રેમપૂર્વક અનીતિ અટકાવે છે, અને જનતાને નીતિ તરફ દોરે છે. માટે આ યુગમાં ધર્મની ખાસ જરૂર છે.” આ જવાબથી એ બૌદ્ધ સાધુ
પ્રસન્ન થયા.
Main Education International
૧૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org