Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 194
________________ પ્રતિ મળી આવી. એ પ્રતિમાં પૂજયવર પાસે હતાં, એટલાં જ પાનાં ખૂટતાં હતાં. પુણ્યવિજયજી મહારાજે પૂજયવરને આ વિગત જણાવીને પેલાં પાનાં જોવા મંગાવ્યાં. પૂજ્યવરે એ મોકલી આપ્યાં. પુણ્યવિજયજી મહારાજે એ પાનાંને પેલી પ્રતિની સાથે મેળવ્યાં તો તરત જ પ્રતિ સંપૂર્ણ બની ગઈ. એમણે એ વિગત પૂજ્યવરને જણાવી. એ જાણીને પૂજ્યવરને થયું: “આ અઠ્ઠાવન પાનાં મારી પાસે રહેશે તો આખી પ્રતિ ત્રુટક અને વિભાજિત રહેશે. મનેય આનંદ નહિ આવે ને એમને ય મજા નહિ આવે. આ કરતાં આ પાનાં એમની પાસે રહેશે તો એમને એમના સંશોધનમાં ઉપયોગી થશે ને પ્રતિ પણ એક ઠેકાણે અખંડ બની રહેશે. આ વિચાર કરી એમણે પુણ્યવિજયજી મહારાજને લખ્યું કે, એ અઠ્ઠાવન પાનાં તમારી પાસે એ પ્રતિમાં જ રાખજો; પાછાં મોકલવાની જરૂર નથી.” (૧૧) જોગની આરાધનાને પૂજયવર સાધુજીવનની સર્વોત્તમ અને આવશ્યક આરાધના માનતા. એ આરાધના અપ્રમત્ત ભાવે કરવાનો તેઓ ખાસ આગ્રહ અને ચીવટ રાખતા. ખંભાતમાં સં. ૨૦૩૦માં એમની નિશ્રામાં, એમના હાથે, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તથા શ્રી આચારાંગ સૂત્રના જોગ કરવાની મને ધન્ય તક મળી. એ દરમિયાન જોગની પ્રત્યેક ક્રિયાવિશુદ્ધ અને અપ્રમત્ત- અગ્લાનભાવે થાય, ગોચરીપાણીમાં બધા નિયમો કડકપણે પળાય, ક્રિયામાં સહેજ પણ ગરબડ રહે નહિ, એ માટેની એમની ચોકસાઈ અને કાળજી મેં બરાબર અનુભવી. તેઓ કહેતાં: જોગ અને તપ એ તો દેવતાધિષ્ઠિત છે. કોઈ માણસ મહિનાના ઉપવાસ કરે, એના શરીરમાં અમુક દિવસો પછી શક્તિ, સ્કૂર્તિ ને તેજ કેમ વધતાં હોય છે? એનો તપ દેવાધિષ્ઠિત બની જાય છે. તેથી એ જ રીતે જોગ એ તો સાધુજીવનની ઉત્કૃષ્ટ આરાધના છે. એમાં સહેજ પણ ખામી કે પ્રમાદ કે અતિચાર સેવવા નહિ, એ સેવશો તો એ આરાધના વિફળ બનશે.” જોગ ન કર્યા હોય તેવા મુનિને પદવી આપવાની તેઓ ના કહેતા. કેટલાક લોકો વગર જોગ કર્યો, પદવી લેવા માટે પૂજ્યવર પાસે સંમતિ મેળવવાનો સીધો કે આડકતરો પ્રયાસ કરતા. પણ એવે વખતે ગાઢ સંબંધોને પણ વચમાં લાવ્યા વિના, એ વાતમાં સંમતિ આપવાનો સ્પષ્ટ ને કડક શબ્દોમાં ઇન્કાર તેઓ કરી દેતા. (૧૨) પૂજ્ય આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વૃદ્ધ સાધ્વીજી શ્રી વિનીતાશ્રીજી મહારાજ પાલનપુર પાસે મેતા ગામે કાળધર્મ પામતાં તેમનાં બે નાની ઉંમરનાં શિષ્યાઓ અમદાવાદ આવ્યાં. બંને સંસારી અવસ્થાથી પૂજયવરના પરિચિત. ઉંમર ખૂબ નાની હતી, ત્યારે પૂજ્યવરે પાલિતાણામાં એમને ખૂબ સાચવેલાં. એ બાળાઓને દીક્ષા પણ પોતે જ આપેલી. એ બંને સાધ્વીઓ અમદાવાદ આવ્યાં, ત્યારે પૂજ્યવરે એમને ખૂબ આશ્વાસન તો આપ્યું, પણ સાથે એમને જોઈતી તમામ સગવડો પણ કરાવી આપી. એમને જે ઉપકરણાદિ જોઈએ તે આપે. એમને જે અગવડો હતી તે દૂર કરાવી. એમની વાતો પ્રેમપૂર્વક સાંભળે ને એમને ખૂબ સાંત્વન આપે. એ સાધ્વીઓને પૂજ્યવરે અમદાવાદમાં રહી જવાનું ખૂબ કહ્યું, પણ એમનો વિચાર હૈદરાબાદ તરફ એમના વડીલો પાસે પહોંચી જવાનો હતો. એટલે પૂજયવરે એમને વિહારમાં જો ઈતી સામગ્રીની તથા અન્ય અનુકૂળતાઓ કરાવી આપી. પાલીતાણાથી એમને અનુકૂળ પડે એવી બાઈની ગોઠવણ કરી અપાવી. એમના વડીલ પર પોતે તાર-ટપાલ લખીને સમાચાર પણ મોકલી- મેળવી આપ્યા. આમ, એમણે ૧૭૮ en Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196