Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 191
________________ આ સાંભળતાં જ યશોદેવસૂરિજી ચિડાઈ ગયા. એ ગુસ્સામાં કહે : “આ શું આપ બોલો છો?’’ મેં કહ્યું : “હું બરાબર કહું છું મહારાજ ! જેણે ભારતમાં ઘરે ઘરે, ગામો-ગામમાં, મા ને બાપમાં, બાપ ને દીકરામાં બધે ઠેકાણે મતભેદ પડાવીને કષાયવૃદ્ધિની જ પ્રવૃત્તિ કરી છે, અને કેવળ કષાયની જ પરંપરા વધારી છે, તેવા માણસમાં સમકિત કઈ રીતે હોઈ શકે ? - અને હું પૂછું કે વલ્લભસૂરિજી ને પુણ્યવિજયજી અરિહંત મહારાજને પોતાના દેવ માનતા હતા કે નહિ ? એ કોઈ ખુદાને, રામને કે કૃષ્ણને પોતાના ભગવાન નહોતા માનતા ને? અને, આત્મારામજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા કે નહિ ? કાંઈ બાવા, ફકીર, જોગી કે સંન્યાસીને તો ગુરુ નહોતા માનતા ને ? અને, અરિહંતે કહ્યું તે જ સત્ય છે, એમ માનતા હતા કે નહિ ? “જો તેઓ અરિહંત મહારાજને દેવ માનતા હતા, આત્મારામજીને પોતાના ગુરુ માનતા હતા ને ભગવંતે કહ્યું તે જ સાચું છે, એવી એમને શ્રદ્ધા હતી, તો પછી એમનામાં સમકિત નથી એમ કોણ કહી શકે ?’’ “થયું. એ રાત રહીને બીજી સવારે જ એ લોકો વિહાર કરી ગયા.” આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું : “એ લોકો કોઈનામાં સમકિત માનતા જ નથી; અમારામાં ય નહિ. આનો પહેલાં ખુલાસો કરો, પછી અમર મુનિની વાત કરો’ આ સાંભળીને જીવાભાઈ શેઠ પણ નિરુત્તર રહ્યા. (૩) સાધુઓ કે સાધ્વીઓ મુંબઈ જાય, એ તરફ પૂજ્યવરને અંગત રીતે અરુચિ હતી. એમની પાસે મુંબઈ તરફના વિહાર માટે, કે મુંબઈ પ્રવેશ માટે કોઈ (પોતાના સમુદાયનાં સાધુ-સાધ્વી) મુહૂર્ત મંગાવે તો તેઓ મૂહૂર્ત તો આપતા, પણ સાથે સાથે સ્પષ્ટ જણાવતાં કે, “તમો દરેક સમજો છો કે મુંબઈ જવાના વિચારના અમો નથી. મુંબઈ જવામાં કોઈને પણ અમારી સંમતિ નથી. તેમ મુંબઈ જવામાં અમારી આજ્ઞા કે અનુમતિ છે તેમ કોઈએ પણ સમજવાનું નથી.’’ એકવાર મેં પૂછેલું : “આમ કેમ, સાહેબ ?” એ વખતે કહે ઃ “આપણે મુહૂર્ત મોકલવામાં વાંધો નથી. પણ મુહૂર્ત મોકલીએ એટલે એવો અર્થ થાય કે મહારાજે મુંબઈ જવાની રજા આપી, સંમતિ આપી. આમ કોઈ માની ન લે એટલા માટે મુહૂર્તની સાથે આવી ચોખવટ કરવી સારી. પછી જેને જવું હોય એ જાય; આપણો વિરોધ નથી. પણ એનો અર્થ આપણી સંમતિ છે એવો ન થવો જોઈએ.'' (૪) ઉજવણીના વિરોધે માઝા મૂકી ત્યારે એક દહાડો પૂજ્યવરે એક વાત કહી : “માકુભાઈ શેઠના સંઘમાં લીંબડીમાં એક- બે મૃત્યુ થયેલા. એ પછી કોઈક ઉતાવળિયો બોલેલો કે શેઠે સંઘ કાઢીને શું પુણ્ય બાંધ્યું ? બે જણાં તો મરી ગયાં. આવો તો ધરમ કરાતો હશે ? એ વખતે મહુવાના એક હાજી ત્યાં હતા, એમણે પેલાને વાર્યો કે, ‘અલ્યા, આવું બોલ મા. શેઠે તો ધર્મબુદ્ધિથી સંઘ કાઢ્યો એટલે એમને તો પુણ્ય જ થયું છે. પણ એ ધર્મનું કામ કરતાં આવું જે પાપ અજાણતાં થઈ ગયું હશે ને, એ Jain Education International ૧૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196