Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 189
________________ જ્ઞાનચર્ચામાં મગ્ન બની ગયા. એમાં ચાર આશ્રમનો વિષય ચર્ચાયો. એ વખતે પૂજ્યવરે ચાર આશ્રમની વિશદ વ્યાખ્યા કરતાં કહ્યું : “મનુએ ચાર આશ્રમ બતાવ્યા છે. પહેલો બ્રહ્મચર્યાશ્રમ, બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, ચોથો સંન્યાસાશ્રમ. એમાં પહેલો આશ્રમ સરવાળા જેવો છે. એમાં એક ધ્યાનથી હમેશાં નવો નવો વિદ્યાદિનો સંચય થતો જ રહે છે, વધ્યા જ કરે છે. આજે દસ તો કાલે વીસ, પછી પચીસ, ત્રીસ એમ વધ્યા જ કરે છે, માટે એ સરવાળા જેવો છે. બીજો આશ્રમ બાદબાકી જેવો છે. કારણ કે, પહેલા આશ્રમમાં જે કાંઈ મેળવ્યું હોય તેનો આમાં ઘટાડો જ થતો જાય છે. વિદ્યા અને સગુણો સંસારમાં ઘટતાં જ રહે છે માટે તે બાદબાકી જેવો છે. ત્રીજો આશ્રમ ગુણાકાર જેવો છે, કારણ કે એમાં એકલા તત્ત્વજ્ઞાન અને પરમાર્થની જ બુદ્ધિ છે. પહેલા આશ્રમમાં જે ભેગું કરેલું, તેમાં ૫૪૫ = ૨૫ એમ ગુણાકારની જેમ તાત્ત્વિક જ્ઞાન ઉમેરાતું જ જાય છે, માટે એ ગુણાકાર સમાન છે. અને ચોથો આશ્રમ ભાગાકાર જેવો છે. એમાં મીંડાંમીંડાં- અજ્ઞાનનાં અને સંસારનાં એક બાજુ કાઢે છે, અને શુદ્ધ તત્ત્વરૂપી ‘ભાગ” રાખી મૂકીને એમાં જ તત્પર બને છે માટે તે ભાગાકાર જેવો છે. પણ, મનુનો આગ્રહ છે કે દરેકે ચાર આશ્રમ ક્રમસર કરવા જ જોઈએ. ત્રણ આશ્રમ કર્યા પછી જ સંન્યાસ લેવાય, તે સિવાય નહિ; જ્યારે મનુનો જ એક શિષ્ય “જાબાલિ નામનો છે, તે કહે છે કે, મનુએ કહ્યું તે ઉત્સર્ગમાર્ગ છે. તેનો અપવાદ પણ છે “ વ વિરત, તતવ પ્રવ્રનેત્ વાલ્યાદામાં કોઈને ચાર આશ્રમ કર્યા વિના પહેલા કે બીજા આશ્રમમાંથી જ સંન્યાસ લેવો હોય તો પણ લઈ શકાય છે. અન્યથા ચાર પણ કરી શકે છે. પણ ચાર આશ્રમ કરવા જ જોઈએ, એવું નથી.” આ પછી શ્રી અમૃતભાઈએ નિગમશાસ્ત્ર સંબંધમાં પૃચ્છા કરી કે આ નિગમશાસ્ત્રો શું છે? તે ક્યાં છે? ક્યાંથી આવ્યા? આના ઉત્તરમાં પૂજયવરે કહેલું કે – “જેમ બ્રાહ્મણધર્મમાં વેદ અને ઉપનિષદ છે, તેમ આપણામાં આગમ અને નિગમ છે. નિગમશાસ્ત્રો બહુ પ્રાચીન અને પ્રાયઃ ભરત મહારાજાએ રચ્યા હોવાનું મનાય છે. એકવાર કચ્છકોડાયના વતની અને સંસ્કૃતના ખૂબ શોખીન શ્રાવક પંડિત રવજીભાઈ મોટા મહારાજ પાસે કોડાયના ભંડારમાંથી નિગમો લઈને આવેલા. રવજીભાઈ સારા જાણકાર હતા ને એમને સાહિત્ય ભેગું કરવાનો ખૂબ શોખ હતો. એમના લીધે જ કોડાયમાં ભંડાર થયો હતો. એમણે કાંચીપુરી કે નદિયા (નવદ્વીપ)માંથી આ નિગમોની પ્રતો મેળવી હતી. “તેઓ એકવાર નદિયા ગયેલા. ત્યાં તે વખતે (આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં) સંસ્કૃતનો ખૂબ પ્રચાર અને અભ્યાસ હતો. ત્યાંના વિદ્યાર્થીઓ વિષે એમણે ત્યાંના લોકો પાસેથી સાંભળ્યું કે, એકવાર બે પનિહારીઓ પાણી લઈને જતી હતી. એમાં એક સ્ત્રીની છાતી પરનું વસ્ત્ર સહેજ ખસી ગયું. એ જોઈને બીજીએ કહ્યું : “વસ્ત્ર સરખું કરી લે, સામે વિદ્યાર્થીઓ આવે છે” ત્યારે પેલી સ્ત્રી કહે : “આપણા ગામના વિદ્યાર્થીઓનું ધ્યાન હરતાં ફરતાં પણ વિદ્યા સિવાય ક્યાંય હોય જ નહિ. માટે તેમનાથી બીને વસ્ત્ર ઢાંકવાની જરૂર નથી. એમને આપણી ખબરેય નહિ હોય.” આ વાત એમણે (રવજીભાઈએ) મોટા મહારાજ આગળ કહેલી એટલે અમને ખબર છે.” ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196