________________
કોઈ પણ વસ્તુ કે પદાર્થ સમજાવવાની એમની પદ્ધતિ એટલી સરળ અને સ્વસ્થ હતી કે મેં મોટા મોટા પંડિતોમાં પણ એવી શક્તિ ને પદ્ધતિ નથી જોઈ. સામો માણસ જ્યાં સુધી સાચેસાચ સંતોષ ન પામે, પૂરેપૂરું ન સમજે, ત્યાં સુધી એ પદાર્થ એને એકથી સો વાર સમજાવતાંય તેઓ કંટાળતા નહિ. આ મારો જાતઅનુભવ છે. અને સામાને સમજાઈ જાય, સંતોષ થાય ત્યારે એમનામાં ઉત્સાહ ઉત્સાહ છવાઈ જતો.
મુક્તાવલી આખી મને બે વા૨ એમણે કરાવી. એમાં ય આત્મનિરૂપણવાળો ભાગ મને કેમેય સમજાતો નહિ; એમાં બૌદ્ધ અને વેદાન્તની ચર્ચા છે. આ ચર્ચા એમણે મને સાબરમતીમાં (સં. ૨૦૨૪), રાતના આઠથી બાર વાગ્યા સુધી ખૂબ જ રસમય રીતે સમજાવી. બૌદ્ધોના ચાર વિભાગનું પ્રતિપાદન કરતો શ્લોક ‘અર્થી જ્ઞાનસમન્વિતો' પણ ખૂબ વિશદ રીતે સમજાવ્યો. અને જ્યારે મેં કબૂલ કર્યું કે, આજે આ વાત મને સમજાઈ છે, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયેલા.
એકવાર મને ટકોર કરી : “મુક્તાવલીની અર્થથી આવૃત્તિ હમણાં કરી છે ?’’ મેં ના કહી. મને ખૂબ લજ્જા આવી. મેં તરત એ માટે નિયમ કર્યો, ને આવૃત્તિમાં મચી પડ્યો. આખી આવૃત્તિ થઈ, પણ એમાં પ્રવૃત્તિ- નિવૃત્તિ (પ્રયત્ન)નું પ્રકરણ ન સમજાયું. એ વખતે અમે ખંભાત તરફના વિહારમાં હતા. એ દિવસે લીંબાસી ગામમાં બાવાજીના ભાંગ્યાતૂટ્યા મઠમાં મુકામ હતો. ત્યાં તેઓશ્રીએ સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી એ મોટું પ્રકરણ મને સમજાવ્યું; એવું ઠસાવ્યું કે એમાં કદી ભૂલ જ ન પડે.
હું જ્યારથી સમજતો થયો, ત્યારથી મને અહર્નિશ લાગ્યા કરતું કે, ‘દામ્યાં વિદ્યા’— ભણવામાં કોઈ સહાધ્યાયી તો જોઈએ જ. પણ મારે નિઃસંકોચ કહેવું જોઈએ કે આ પૂજ્યવરે મને સહાધ્યાયીની ખોટ કદી લાગવા દીધી નથી. તેઓ ખુદ મારા સહાધ્યાયી બની જતા. દિવસે શું કે રાત્રે શું, લગભગ પાંચ-છ કલાક કાયમ મારા માટે કાઢતા જ. અંતરના આ અનિર્વચનીય હેતને શબ્દોમાં શેં ઉતારું ? વિમાસણ થાય છે.
મુક્તાવલી પછી સ્યાદ્વાદમંજરી ભણાવી.
પૂજ્યવ૨ પોતે તો મને ભણાવતા જ, તદુપરાંત પંડિતો પાસે અન્યાન્ય વિષયોનું મારું અધ્યયન તેઓ ચાલુ રખાવતા.
એક વાર સં. ૨૦૨૫માં ખંભાત ગયેલા, ત્યારે ત્યાં એક છાપેલ પત્રિકામાં કોઈક સાધુના નામ સાથે વ્યાકરણાચાર્ય, ન્યાયતીર્થ વગેરે વિશેષણો જોડેલા.
એ વાંચીને મને કહે : “તું ય વ્યાકરણાચાર્ય થઈ જા ને !’’
મેં ના કહી; પરીક્ષા આપવા માટે મારી અનિચ્છા (નફરત) વ્યક્ત કરી.
એટલે કહે : “કોઈ દિવસ આવી પરીક્ષાઓ આપવી નહિ, એમાં શો માલ છે ? અને આવી પદવીઓ લેવી નહિ. આપણે તો ગુરુ મહારાજ આપે તે પદવી લેવી. તું વ્યાકરણ ભણી ગયો છે ને ! લાવ, હું તને વ્યાકરણાચાર્ય બનાવી દઉં. અમનેય મોટા મહારાજે આચાર્યપદવી વખતે આવી પદવીઓ
Jain Education International
૧૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org