________________
બન્યા તે વખતનું સૂરિસમ્રાટનું જોમ અને એ વખતની પરિસ્થિતિ, આ વાત કરતી વખતે, જાણે એમનામાં અવતીર્ણ થઈ ગયાં. આ વાતો વખતે એમની નિખાલસતા તેમજ ગુણગ્રાહક તેમજ સત્યપ્રિય વૃત્તિનાં નવલાં દર્શન થયા. દેવદ્રવ્યની પણ વાતો થઈ.
આજે બપોરે સ્થાનકવાસી મુનિરાજ શ્રી અમીચંદજી મહારાજ એમને મળવા આવ્યા. એમના પ્રતિ અપાર સદ્ભાવ દાખવ્યો; કાંઈ પણ કામ હોય તો જણાવવાનું સૂચન કર્યું. એ મુનિરાજનો એમના પ્રતિનો આદર અને પૂજ્યભાવ અજબ હતો. તેઓશ્રીના ઉદાર, સમભાવી સ્વભાવનું એ પરિણામ હતું, એ સહેજે અનુભવાયું.
માગશર વદિ ૪:
આજે સરખેજ આવ્યા. ડોળી બે માણસની રખાવી; ચાર માણસની ડોળી ન ફાવી. આખો દિવસ કોઈના મુહૂર્ત કાઢવામાં, કોઈને પત્ર લખવામાં, ને શહેરમાંથી આવતા દર્શનાર્થીઓ સાથે વાતચીત કરવામાં ગાળ્યો. મોડી સાંજે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમણે ખબર આપ્યા કે પ્રતિષ્ઠા કરવાના પ્રતિમાજીઓની ચિઠ્ઠીઓ આજે ઊપડી ગઈ, ડો થઈ ગયો. આ જાણીને તેઓ ખૂબ ખુશ થયા. એની પદ્ધતિ વિષે જાણકારી મેળવી, ઝીણી ઝીણી વિગતો પૂછી લીધી. પછી જતી વખતે રતિભાઈને કહ્યું: “ઠાકરને સૂચના કરજો કે જેને આદેશ મળ્યા હોય, તેને ખબર મોકલાવી દે અને એનાં નામોનું લીસ્ટ મને પણ મોકલે.”
માગશર વદિ ૫ :
આજે સવારે વિહાર કરી ચાંગોદર આવ્યા. અહીં, વિહારમાં સામેલ થવા માટે સૂરતથી શા. ડાહ્યાભાઈ હઠીચંદ પણ આવી ગયા, એટલે ખૂબ જ પ્રસન્ન થયા. મને કહે: “ડાહ્યાભાઈ આવી ગયા એટલે હવે કશી ચિંતા નહિ કરવાની. ડાહ્યાભાઈ પાસે કદમ્બગિરિના ઇતિહાસની જૂની વાતો ઘણી જાણવા જેવી છે. એ સાંભળીશ તો તારો ટાઇમ ક્યાં જશે એની ખબર નહિ પડે.”
બપોરે અમદાવાદથી ખંભાતવાળા શા. હરિભાઈ વાડીલાલનાં સાસુ, પત્ની-પુત્રાદિ વંદનાર્થે આવ્યા. એમને ગમ્મત કરતાં કહે : “આના એકે છોકરાને આપણી સાથે મોકલે છે? મોકલે જ નહિ ને ! ક્યાંક મહારાજ દીક્ષા આપી દે તો? -- એવી એને બીક લાગે છે.”
આજે શેઠ કેશુભાઈ ઝવેરીનો કાગળ આવ્યો હતો. રાત્રે મને કહે: “આ કાગળ તેં વાંચ્યો? બહુ સરસ ને સમજણવાળો કાગળ શેઠે લખ્યો છે. કાલે વાંચી જજે.”
માગશર વદિ ૬:
આજે બાવળા આવ્યા. મને શેઠવાળો કાગળ વંચાવ્યો. એમને ખૂબ ગમી ગયેલો એ કાગળ આ પ્રમાણે છે :
“પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી તથા પૂ.આ.મા. શ્રીવિજયસૂર્યોદયસૂરિશ્રી આદિ ઠાણા.
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org