________________
કહ્યું: “જગન્નાથે કામરૂપના રાજા પ્રાણનારાયણ માટે પ્રાણાભરણ કાવ્ય બનાવ્યું છે, એનો આ શ્લોક છે.”
પછી (રિચાં સ્તબ્ધનના૦) શ્લોક બોલ્યો. એનો ય અર્થ કરાવ્યો. (સિદ્ધિથોસ્ત્રીસુધાંશુ:૦) શ્લોક બોલ્યો. પૂછ્યું: “આ શેનો છે?” મેં કહ્યું: “પદ્માનંદ મહાકાવ્યનો.” “એ કાવ્ય કોનું છે?” “અમરચંદ્રસૂરિનું.” “એ તો યતિ હતા ને ?” “ના, સાહેબ ! યાદિશબ્દસમુચ્ચયના કર્તા અમરચંદ્રસૂરિનું આ કાવ્ય છે.”
આ પછી (માત !જિના મુમતના૦) શ્લોકના બે ચરણ યાદ કરીને બોલ્યા; આખો યાદ ન આવ્યો તેનો અફસોસ કર્યો.
શ્લોકો બોલવાનું કાર્ય પૂરું થતાં મેં પૂછ્યું: “સાહેબજી ! પેલી ડાહ્યાભાઈની કવિતા આપ બોલો છે, તે કઈ ?”
પૂછ્યું: “ડાહ્યાભાઈ ધોળશાની ને? મને આખી તો યાદ નથી; બે લીટી યાદ છે. આમ કહીને એ લીટીઓ બોલ્યા :
“ડાપણ દરિયો વાત વિસામો માણેક મિત્ર ક્યાં મળશો ? જજો જાન્નમમાં રાજ જગતનું, વાત વિસામો ન ટળશો. હજુ જગન્નાથને ભજ લે, તું ગોથા ખાય છ શીદ ને?”
આ લીટીઓ બે-ત્રણ વાર બોલ્યા. પહેલી લીટી બીજીવાર બોલીને કહે: “માણેક એમની પતીનું નામ હતું એમ કહેવાય છે. એ મરી ગયા પછી પોતે આ લીટી બોલ્યા છે.”
આ પછી મને પ્રશ્ન કર્યો : “દલપતરામની કવિતાઓ છપાય છે ખરી?” મેં હા કહી, એટલે કહ્યું: “એની ચોપડીઓ મંગાવવી જોઈએ.” અને પછી દલપતરામની કવિતાની લીટીઓ બોલવા માંડ્યા.
“નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી, સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી.”
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેણમાં કોણ જાશે ?” વગેરે. આ પછી કહે : “મેઘાણીની ચોપડીઓય ઘણી સારી હોય છે. આપણે ભંડારમાં મંગાવીએ છીએ કે નહિ? આપણા ભંડારમાં છે કે નહિ?” ના કહી તો કહે: “આવી ચોપડીઓ તો ખાસ મંગાવવી જોઈએ. એમાં પૂછવું નહિ. આ વખતે મંગાવી લેજે.” થોડી મિનિટો ગઈ ને એમણે એક કવિતા કહી ઃ
મરે ભૂખે ભાવે મૃગપતિ કદી નવ તૃણ ચરે, તપે તાપે તોએ સુખડ ન સુગંધી પરિહરે,
૧૫૬
can Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org