________________
લગભગ અગિયાર વાગે પં. મફતલાલ, ફુલચંદભાઈ, શકરચંદ મણિલાલ, કેશુભાઈ વકીલ, પ્રબોધભાઈ વગેરે અમદાવાદથી આવ્યા. પ્રતિષ્ઠા અંગેના વિરોધની ને તેના પ્રતીકારની વાતો નીકળી. ૫. મફતલાલે કહ્યું: “આ વખતે આપના ચંદ્રોદયસૂરિજીએ બે-ચાર વ્યાખ્યાનો ઘણાં સારાં આપ્યાં છે. વિરોધીઓને ખૂબ ઝાટક્યા છે. મને લાગે છે કે આ લોકો સામે આપણે કંઈક વ્યવસ્થિત કામ કરવું પડશે. સંગઠન કરવું જ જોઈશે, એ માટે ચંદ્રોદયસૂરિજેવા શક્તિશાળી સાધુ મહિનો દિવસ અમદાવાદમાં રહે તો કાંઈક થઈ શકે.”
આ વાતને ટેકો આપતાં એમણે કહ્યું: “વ્યાખ્યાનમાં ને લોકને કેળવવામાં ચંદ્રોદયસૂરિની શક્તિ જબરી છે. એણે રોકાવું જોઈએ ને એ રોકાય તો જરૂર ધારે તે કામ કરાવી શકે.”
પછી કહે : “આ લોકોને તો એક જ ધંધો છે – સવારમાં ઊઠીને કષાયો કરવા, તોફાન ને ધમાલ કરવી, બીજાની નિંદા કરવી. આ બધામાં જ એમણે ધર્મ માન્યો છે. હવે આ વખતે એનાથી દમ ખાશો તો નહિ ચાલે.”
આ શબ્દો બોલતી વખતે એમનો જુસ્સો અસામાન્ય હતો.
આ પછી સામા પક્ષવાળા કદાચ પ્રતિષ્ઠાના વિરોધમાં કોર્ટે જવાનું કરે, તો તેની સામે, તેની પૂર્વતૈયારીરૂપે કેટલીક દલીલો અને મુદાઓ તૈયાર કરીને કેશુભાઈ વકીલ લાવેલા, તે વાંચ્યા. તેમાં સુધારા- ઉમેરા કરાવ્યા.
૫. મફતલાલ “નંદિસૂત્રનાં પ્રવચનોની પ્રસ્તાવના લખી લાવેલા. તે વાંચી સંભળાવવાની એમણે વાત કરીએ તો પહેલા ના પાડી. કહેઃ “સાંભળવાની શી જરૂર છે? આને આપી દો.”
પંડિતજી કહે: “સાંભળવી તો જોઈએ જ.” એટલે મને પૂછ્યું: “કેમ? તને કેમ લાગે છે?” મેં કહ્યું: સાહેબ ! સાંભળી જાવ એ સારું છે.”
એટલે કહે: “તો આ બધા બેઠા છે, તેમની રૂબરૂમાં જ સંભળાવ. બધા સાંભળે તો ખરા.” પછી વકીલને કહે: “વકીલ! કાંઈ ભૂલ લાગે તો કહેજો.”
પ્રસ્તાવના વંચાઈ રહ્યા બાદ ૫. મફતલાલે કહ્યું: “કાંઈ ફેરફાર કરવો હોય તો આપ કરજો.” કહેઃ “બરાબર છે, આમાં કોઈ ફેરફાર કરવો નથી.”
બપોરે ગોચરી પછી રત્નાકર વિજયજી ને દાનવિજયજી વિહારની તૈયારીમાં હતા ત્યાં જ પાલિતાણાથી પત્ર આવ્યો કે હમણાં વિહાર નથી થવાનો. એટલે તરત જ બંનેને વિહાર કરતા રોક્યા.
આજે આખો દિવસ ગામના ને બહારગામના પુષ્કળ લોકો આવ્યા. સાંજે પીવાંદીના બે ભાઈઓ આવ્યા. પરિચિત હતા. પીવાદી પધારવાની વિનંતી કરી. એમને પ્રતિષ્ઠા કરાવવાની હતી. ખૂબ આગ્રહ કર્યો.
કહે: “હું ત્યાં ક્યાંથી આવી શકું? પાલિતાણા પણ માંડ જાઉં છું ને?” પછી પૂછ્યું: “તમારે
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jain chorary.org