Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ પણ એ જ ઉંમરે અવસાન પામ્યા. અને, પોતે પણ એ જ ઉંમરે કાળધર્મ પામ્યા. સૂરિસમ્રાટ વિક્રમ વર્ષના અંતિમ દિવસે કાળધર્મ પામ્યા, ને વિક્રમના નવા વર્ષે એમને અગ્નિદાહ દેવાયો. આમનો સ્વર્ગવાસ ઈસ્વીસન વર્ષના અંતિમ દિવસે થયો, ને ઈસુના નવા વર્ષે એમનો અંતિમ સંસ્કાર થયો. રે, આવા આવા અગમ્ય સંકેતના રહસ્યને કોણ ઉકેલી શકે? આજે પણ એમની હયાતીના ભણકારા વાગે છે. એમનું સદા પ્રસન્ન અને સહજ પવિત્ર મુખકમળ આંખ સામે તરવરે છે. એમની સાથે વીતાવેલાં અમૃત-વર્ષોનું સ્મરણ હૈયાને હર્ષ-વિષાદની દુવિધાભરી લાગણીથી ભરી દે છે ! એમની સ્મૃતિ સાથે અંતર એકાકાર બની ગયું છે. એમના વિયોગે સર્જાયેલી હૈયાંની સ્થિતિ મસ્ત કવિ' (કવિ શ્રી ત્રિભુવન પ્રેમશંકરના) શબ્દોમાં વર્ણવું તો : રોમ રોમ દવે દુઃખમાં રે, જરીએ રહ્યું નવ જાય; જળ વિણ જેવું માછલું રે, જીવન તરફડતું સીઝાય. વ્હાલીડા ! સંત એ પ્યાસાં દેવનાં એ જી... - આવી બની છે. વ્યથા અકથ્ય છે. હૈયું વિષાદઘેરું છે. એક બાજુ આ દશા છે ત્યારે બીજી તરફ જાણે એ જ પુણ્યપુરુષ કહેતા સંભળાય છે: “રે! સ્થિતપ્રજ્ઞના શ્લોકો ભૂલી ગયો? સ્થિર, શાંત ને સ્વસ્થ ચિત્તે એનું મનન કર. તારી વ્યથા દૂર થશે.” અને, જાણે અંતરમાં અજવાળાં પથરાય છે. એમના માનસ-શરીરને મનોમન વંદન કરું છું, ને એમના ચારિત્રપૂત આત્માને પ્રાર્થના કરું છું: કૃપાનિધાન ! આપની સરળતા અને નિર્દભ નિખાલસતા અમારા જીવનમાં ઊતરે; “આપના ભવ્ય જીવનની કઠોર, નિષ્કલંક સાધના અને સર્વકલ્યાણકર સિદ્ધિ અમને પ્રાપ્ત “આપે આત્મસાત કરેલી સાચી શાસનપ્રભાવના માટેની ધગશ અમારા જીવનમાં અવતીર્ણ - એવા આશીર્વાદ મારા- અમારા- સર્વ ઉપર અવિરત વર્ષાવો ! સદા સ્વર્ગથી નાથ ! આશીષ દેજો !” ૧૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196