Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 183
________________ ते हि नो दिवसा गताः ગમે તેમ, પણ એમનાં દર્શન મને થયાં, ત્યાર પહેલાં જ મને એમનાં સંબંધી વાતો સાંભળવી ગમતી. એમના સ્વભાવની, એમની બુદ્ધિ પ્રતિભાની વાતો સાંભળવી હું કદી ચૂકતો નહિ. જેમ જેમ એ વાતો સાંભળવા મળી, તેમ તેમ એમનાં દર્શનની ઝંખના વધતી ગઈ. એ ઝંખના સં. ૨૦૨૦માં ફળી. ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની અને દીક્ષા લીધે બે વર્ષ થયેલાં. મારા પૂજ્ય ગુરુમહારાજ સાથે અમે સાત સાધુઓ મુંબઈથી વિહાર કરીને પાલિતાણા આવ્યા, ત્યારે એમના પ્રથમ દર્શન પામ્યો. વૈશાખ શુદિ બીજનો એ ધન્ય દિવસ આજેય મને બરાબર યાદ છે. અમે ત્યાં પહોંચ્યા, ને તરત જ એમના વાત્સલ્યનો રોમાંચક અનુભવ મને થયો. વિહારમાં મારા ડાબા પગે કાંટો વાગ્યો હોઈ, ચાલવામાં તકલીફ પડતી હતી એ વાતની ખબર એ પૂજ્યવરને મળી ગયેલી, એટલે અમે બધા એમને વંદન કરતા હતા, એમાંથી મારું નામ લઈને મને આગળ બોલાવ્યો, પાસે બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવીને ખબર પૂછ્યા. મારું હૈયું એ વખતે હર્ષથી ભરાઈ ગયેલું. પછી તો, અમે એક મહિનો પાલિતાણા રહ્યા, તે દરમિયાન ગોચરી વખતે, મને એ પોતાની પડખે જ બેસાડે ને પ્રેમથી વપરાવે. રાત્રે કાયમ બોલાવે, અભ્યાસ અને આવડત વિષે પૂછે, ભણેલાં સૂત્રો, અમરકોષ, વ્યાકરણ, પ્રકરણાદિ બોલાવે. સાથે આનંદ- ગમ્મતની વાતો કરતા જાય. એકવાર મેં એમની પાસે માંગણી કરી : “મારે આપના નાના નાના ફોટાઓ જોઈએ છે.” મને એમ કે તેઓ ભૂલી જશે.મોટા પુરુષોને આવી વાત ક્યાંથી યાદ રહે? પણ મારી ધારણા જૂઠી ઠરી. ત્રણ-ચાર દિવસ પછી મને બોલાવીને કવર આપ્યું. કહેઃ “આમાંથી તારે જોઈએ એટલા ફોટા લઈ લે.” હું રાજીનો રેડ થઈ ગયેલો. એક સાધ્વીજી મહારાજને વર્ષીતપનું પારણું હતું. એ વૃદ્ધ હતા એટલે એમની વિનંતીથી ત્યાં વાસક્ષેપ કરવા પધારેલા. એ સાધ્વીજીએ એક વાટવો એમને આપ્યો. એમણે એ મને આપી દીધો. વાટવો મળ્યો એટલે મારો લોભ વધ્યો. મેં સાહિત્ય મંદિરે જઈને કહ્યું: “સાહેબજી ! આમાં આપનો મંત્રેલો વાસક્ષેપ ભરી આપો.” આ સાંભળીને હસતાં હસતાં મને કહે: “તું તો જબરો નીકળ્યો!” અને તરત પ્રેમથી એ વાટવો વાસક્ષેપથી ભરીને મને આપ્યો. એ વાટવો આજે પણ હું સાચવીને રાખું છું. મહિના પછી અમે પાલિતાણાથી વિહાર કર્યો, ત્યારે એમનાથી છૂટા પડવું મને ખૂબ વસમું લાગ્યું હતું. આ પછી ભાવનગરમાં પૂ. આચાર્ય શ્રી વિજયયશોભદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય વિજયદેવસૂરિજી મહારાજની આચાર્યપદવી વખતે તેઓ વૈશાખ વદમાં ભાવનગર પધારેલા. વૈશાખ વદ અગ્યારશના આચાર્ય પદવી પ્રદાન વેળાએ અભિનવ આચાર્યોને હિતશિક્ષા આપતા શ્લોકો બોલીને તે પર એમણે ખૂબ વિશદ અને હૃદયંગમ વ્યાખ્યાન કરેલું. એમની બોલવાની ને સમજાવવાની પદ્ધતિ ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196