________________
જાવ.” અને એ પછી એક મિનિટ પછી મોં ધોતા ધોતાં એકદમ બોલ્યા : “મને કંઈક થાય છે.” અને એકદમ નમી ગયા. જીભ થોથવાઈ ગઈ, લોચો વળી ગયો. હાથમાંથી પ્યાલો સરી પડ્યો. સમિયાનું ને મારું નામ બોલવા પ્રયત્ન કર્યો, પણ એક અક્ષરથી વધુ બોલી ન શક્યા.
તરત જ સુરેન્દ્રવિજયજીએ સમિયાને બોલાવ્યો. એણે મને બૂમ પાડી. હું દોડ્યો. જોયું તો થ્રોમ્બોસીસ જેવું લાગ્યું. મેં મારા ગુરુ મહારાજને બોલાવ્યા. બધા ગોચરી પડતી મૂકીને દોડ્યા. મહારાજજીને ઉપાડીને પાટ પર સૂવાડી દીધા.
ડૉ. કિશોરભાઈ ગામમાં ગયેલા તેમને તાબડતોબ બોલાવ્યા. એમણે આવતાં જ નાડ હાથમાં લીધી. એમને ગેસ વધતો લાગ્યો. તરત નીલગીરી ચોળવા માંડ્યું. નાડના ધબકારા બરાબર હતા. આંખો બંધ હતી. ડૉક્ટરે બૂમ પાડી : “મહારાજ સાહેબ !” તરત આંખ ઉઘાડી, જોયું ને બંધ કરી.બીજીવાર બૂમ પાડી. બીજીવાર આંખ ખોલી. પછી ત્રીજીવાર બૂમ પાડી ત્યારે ન ખોલી. છાતીની ધમણનો વેગ વધવા માંડ્યો હતો, દબાણ પેટ પરથી હૃદય પર આવ્યું હતું અને નાડી મંદ થવા લાગી. હતી. ડૉક્ટરે સૂચના કરી : “સાહેબ ! કેસ બગડતો જાય છે. હાથમાં નહિ રહે.”
બધા બોલી ઊઠ્યા : “શું કહો છો ડૉક્ટર? તમારે જે ઉપચાર કરવા હોય એ કરો, પણ મહારાજને બચાવો.”
ડૉક્ટરે એક ઇજેક્શન આપ્યું; ધંધુકાથી ડૉ. ગાંધીને બોલાવવા સૂચન કર્યું. આ જંગલમાં તાબડતોબ સાધન ક્યાં મળે? પણ એ જ મિનિટે પાલિતાણાથી યાત્રા કરીને પાછું ફરતું પાંજરાપોળનું ફડિયા કુટુંબ મોટરમાં ત્યાં આવી ચડ્યું. એ મોટરને તત્કાળ ધંધુકા રવાના કરી. તગડીના સ્ટેશન માસ્તર દ્વારા અમદાવાદ ફૂલચંદભાઈ વગેરે પર સમાચાર મોકલ્યા કે જલદી ડૉક્ટરને લઈને આવો.
પણ અહીં તો, મિનિટ શું, સેકન્ડે સેકન્ડ જોખમની હતી. ડૉક્ટર બેબાકળા થઈ ગયા.એ કહે : મહારાજ ! હવે જાય છે. આપને જે કરવું હોય એ કરો.”
તરત ચાર શરણાં ને નવકારમંત્રનું રટણ શરૂ થયું. એ વખતે એકવાર એમણે એમની આંખ ઊઘાડી, ચોતરફ ફેરવી, ને મીંચી દીધી. મોં પર પ્રસન્ન હાસ્ય છવાઈ ગયું.
પાંચ ને વીસ મિનિટે ધબકારા બંધ થયા, નાડી અટકી ગઈ ! ડૉક્ટરે બરાબર ચકાસણી કરી, તપાસ કરી, ને પાંચ-પચીસ મિનિટે ડૉક્ટર બોલ્યા: “એસ્પાયર્ડ, હાર્ટ ફેઇલ્ડ.”
સૌનાં હૈયાં થીજી ગયાં. મન માનવાને તૈયાર ન થયું, કાન સાંભળવા તૈયાર ન થયા!
ડૉ. ગાંધીની રાહ હતી. બે-ચાર મિનિટમાં જ તેઓ ઑક્સિજન વગેરે સાધનો લઈને આવી પહોંચ્યા. સૌને લાગ્યું કે કંઈક થશે, પણ એમણે પણ તપાસીને તરત કહ્યું: “હવે કાંઈ નથી!”
સૌનાં મન, મગજ ને શરીર જાણે નિશ્રેષ્ટ થઈ ગયાં. એ પરિસ્થિતિનું વર્ણન કરવું અશક્ય છે. રે! કેટલીક પરિસ્થિતિઓ માટે શબ્દ પણ અશક્ત બની જાય છે. આ પ્રસંગ પણ એવો જ અતિ વસમો
હતો !
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org