Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 177
________________ રસ્તામાં આકાશ સામું જોઈને કહે : “આજે શુક્ર ને ચંદ્રની યુતિ છે ને ? જો સામે દેખાય છે.” વલભીપુરથી કયા રસ્તે જવું, એની વાત નીકળી. કહે : “આપણે ઘાંઘલી- શિહોરના રસ્તે નથી જવું; આપણે તો કાયમના રસ્તે ઉમરાળા થઈને જ જવું છે.” તગડી પહોંચ્યા. ત્યાં માથું કરવા બેઠા. મારું કરીને ઊઠતાં એકદમ પડી જાય, એમ થયું. તરત જ દાનવિજયજીએ ઝાલી લીધા; પૂછ્યું : “કેમ સાહેબ ! ચક્કર આવે છે?’” કહે : “ના, પણ અશક્તિ ખૂબ લાગે છે.’’ નવકારશી વાપરતાં કહે : “દાનવિજય ! આજે બહુ વપરાઈ ગયું છે, કોઈની નજર તો નહિ લાગે ને ?’” પછી હસ્યા. અહીં આવ્યા પછી મહાબળવિજયજી પડી ગયાની વાત જાણી, એટલે કહે : “એમની ખબર કાઢી આવ્યો ? જા, પહેલાં જઈ આવ.' બધા નવકારશી વાપરવા બેઠા, ત્યારે હું ત્યાં ગયો. મને પૂછે : “વાપર્યું ?” મેં કહ્યું : “મારે એકાસણું કરવું છે.’’ એટલે કહે : “તું તો ગાંડો છે, હું કહું એમ કર. નવકારશી કર.” મેં ના કહી તો કહે: “બેસણું કર.” પણ છેવટે મારો આગ્રહ જોઈને એકાસણાનું પચ્ચક્ખાણ કરાવ્યું. પછી કહે : “ચાલ, મારે બહાર તડકે બેસવું છે. આસન લઈ લે.” બહાર પધાર્યા. હાથમાં ભગવદ્ગીતાની નાની ચોપડી લીધી. તડકે બેસીને ચોપડી મારા હાથમાં આપીને કહે : “આમાં બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના તેર શ્લોકો આવે છે, એ કાઢ ને બોલ. મને એ મોઢે હતા, પણ હમણાં ભૂલી ગયો છું.” મેં શ્લોકો કાઢ્યા ને બોલવું શરૂ કર્યું : સ્થિતપ્રજ્ઞસ્ય ા માા? - એ એક લીટી બોલ્યો, ત્યાં તો તેરે ય શ્લોક તેઓ બોલી ગયા. વચ્ચે વચ્ચે એનો અર્થ સમજાવતા ગયા. અગિયારમા- બારમા શ્લોક વખતે કહે : “આપણામાં તીર્થંકરના જીવો શુક્લધ્યાનના બીજા પાયામાં આવે ત્યારે આવી પ્રસન્નતામાં આવી જાય છે.’ પછી કહે : “આ તો ગીતા છે; સંગ્રહ છે. જેને જે ઉપયોગનું હોય, તેનો ઉપયોગ કરે. બાકીનું પડ્યું રહે. તું એક વખત ગીતા વાંચી જજે.” આ પછી અમને કહ્યું : “હવે તમારે બહાર જવું હોય કે વાંચવું હોય તો જાવ. હું અહીં બેઠો છું.’’ રે, એ વખતે મને કલ્પના પણ ક્યાંથી આવે કે આ શ્લોકો યાદ કરીને પોતાના સ્થિતપ્રજ્ઞસ્વરૂપનું જ દર્શન એમણે આજે કરાવ્યું છે, ને આજે બનનાર બનાવમાં સ્થિતપ્રજ્ઞ બનતાં શીખવાની અમને પ્રેરણા પાઈ છે ? અમે ગયા. એમની નજર એ પછી બળદ પર પડી. સમિયાને કહે : “સમિયા ! આ બળદને તું કાંઈ ખવડાવે છે કે નહિ ?’” સમિયો કહે : “હા સાહેબ ! ઘાસ, રજકો વગેરે ખવડાવીએ છીએ.” તો કહે : “એ બધું નહિ. ગોળ ને તેલ ખવડાવે છે કે નહિ ?” સમિયો કહે : “ખવડાવીએ છીએ, પણ Jain Education International ૧૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196