Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 176
________________ ત્યાં કોઈ મહારાજ છે કે નહિ?” પેલા ભાઈઓએ કહ્યું : “અમારે ત્યાં દર્શનસાગરજી મહારાજ ચોમાસું હતા; અત્યારે પણ છે.” આ સાંભળીને કહે: “તો પછી નાહક શું કામ બીજે ફાંફા મારો છો? દર્શનસાગરજી ઉપાધ્યાય ખૂબ સરળ ને સારા સાધુ છે; કાંઈ ખટપટ કરે એવા નથી. એમના હાથે જ પ્રતિષ્ઠા કરાવી લ્યો ને? બીજે જશો જ નહિ.” આજે બપોરે પં. બેચરદાસજીનો પત્ર આવેલો. એ વિષે મને રાત્રે કહે: “પંડિતજીનો કાગળ વાંચ્યો? કેવો સરસ લખ્યો છે! જવાબ લખી દેજે.” પ્રસ્તાવના અંગે વાતો થઈ. પ્રતિક્રમણ પહેલાં મને કહે: તારે અહીં સૂવાનું છે ને?” મેં ના કહી. પ્રતિક્રમણ પછી દસ વાગે મને ફરી કહે: “તું અહીં કઈ તરફ સૂઈશ? આ બાજુ કે આ બાજુ?” મને આશ્ચર્ય થયું. મેં પહેલાં ના કહી તોય સાહેબજી કેમ ફરી પૂછતા હશે? પણ બીજો વિચાર ન આવ્યો. મેં આ વખતેય ના કહી. રે! કમભાગ્યે જ આવું કરાવતું હશે ને? ના પાડી, એટલે કહે: “સવારે વહેલો આવી જજે.” સમિયાજીને કહેઃ “આને ઉપાશ્રયે મૂકી આવ.” જતી વખતે પોતે મને કાયમ રાત્રે ઓઢાડતા તે કામળી પરાણે આપી. (૪૭) કાળધર્મ માગશર વદિ ૧૪: આજે સવારથી જ વાતાવરણ વાદળિયું હતું. ગમગીનીનો આછો છતાં અણગમતો આભાસ થતો હતો. પૂજયશ્રી સવારે ઊઠ્યા, ઠલ્લે જઈ આવ્યા. પ્રતિક્રમણાદિ ક્રિયા કરીને તૈયાર થયા. બધા સાધુઓ વિહાર કરી ગયા હતા; અમે બે-ત્રણ બાકી રહ્યા હતા. કહે: “આજે તો નાનો વિહાર છે. આપણે સાડા છ પછી નીકળીશું.” સાડા છએ નીકળ્યા. દેરાસરે ગયા. ચૈત્યવંદન કરીને બહાર શ્રાવકોને માંગલિક સંભળાવ્યું. પછી વિહાર કર્યો. ૧૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196