Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 178
________________ હમણાં બે દિવસથી નથી ખવડાવ્યું.” એટલે કહે: “આજે ખવડાવ. હું અહીં બેઠો છું. ગોળ ને તેલ મંગાવીને એને ખવડાવી દે. પછી જ હું અંદર જઈશ.” સમિયાએ ગોળ-તેલ મંગાવ્યાં, તે તેઓશ્રીની નજર સમક્ષ ખવડાવ્યાં. પછી તેઓ અંદર પધાર્યા. ગોચરી પછી મુનિ જિનચંદ્રવિજયજીને કહે: “કેમ ડોહા ! બરાબર વાપર્યું છે ને? ગમે છે ને મારી સાથે ? કહેજો હો. નહિ તો તમારા ગુરુ (યશોભદ્રસૂરિ) મને ઠપકો આપશે કે મારા ચેલાને મહારાજે ન સાચવ્યો !” એ બપોરે તેઓ એમની ભક્તિ કરવા આવ્યા, ત્યારે ગમ્મતમાં કહેઃ “કેમ, અત્યારે દબાવવા આવ્યા એટલે હવે સાંજે નથી આવવાનું?” જિનચંદ્રવિજયજી કહે : “ના, ના, આ તો અત્યારે મન થયું એટલે આવ્યો. સાંજે તો દબાવવાનું જ.” એટલે કહે : “લ્યો દબાવો ત્યારે. આપણે ફાયદો થયો !” બપોરે બરવાળાથી ચંદુભાઈ આવ્યા. એમની જોડે તગડી માટે વૈયાવચ્ચની વ્યવસ્થાની વાત કરી કહે: “કાલે બરવાળા આવીએ ત્યારે વાત.” અમદાવાદથી રામજી ટપાલ વગેરે લઈને આવ્યો. તેમાં એક તાર હતો તે મને વંચાવતાં કહે : “આ તાર રાજીમતીશ્રી ઉપરનો છે. દિવ્યશ્રીજી સાધ્વી બોરસદ કાળ કરી ગયાં છે, એવું લખે છે.” મેં તાર વાંચીને કહ્યું: સાહેબ ! આવું ક્યાં છે? આ તો દિવ્યજીશ્રીજીએ રાજીમતીશ્રી ઉપર કરેલો તાર છે.” એટલે તાર પાછો બરાબર વાંચ્યો. કહે: “ઓહો ! આજે આવું થઈ ગયું! ભૂલ થઈ ગઈ!” આ પછી આકરૂના ડૉ. કિશોરભાઈ આવ્યા. તેઓ જૂના પરિચિત હતા. તેમની જોડે વાતો કરી. પોતાની તબિયતની વિગતો કહી. મને બોલાવીને કહે : “આજે બિકોઝાઇમ આપવાનું ભૂલી ગયો ને? લાવ લઈ લઉં.” મેં આપી, તે લીધી. રોજ એ યાદ કરીને આપવી પડતી, ત્યારે આજે પોતે યાદ કરીને લીધી. આ પછી ઉપાશ્રયની દેખરેખ રાખનારે વિનંતી કરી: પડખે નવો હૉલ બંધાયો છે, તે જોવા પધારો.” એટલે પોતે દાંડો લઈને બહાર આવ્યા. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજી, શ્રી દુર્લભસાગરસૂરિજી વગેરેને બોલાવ્યા: “ચાલો, મારી સાથે.” બધાને લઈને નવા હૉલમાં ગયા. હૉલ જોયો. માપ કરાવ્યું. એસ્ટીમેંટ પૂછી લીધો. હૉલમાં ફરતાં ફરતાં ખૂણામાં કઢી થતી હતી. તે જોઈને પૂછ્યું: “આ શું થાય છે?” ડાહ્યાભાઈ કહે: “કઢી ઊકળે છે.” એટલે કહે: “કઢી જેમ ઊકળે એમ મીઠી થાય.” આ બધું જોઈને આસને પધારી ગયા. બરાબર પાંચમાં દસ મિનિટ ઓછી હતી, ત્યારે ગોચરી આવી. વાપરવા બેઠા. પાસે કે સુરેન્દ્રવિજયજી ને દાનવિજયજી હતા. વાપરી રહ્યા એટલે પાત્રા ધોતા કહે : “જાવ તમે વાપરવા છે ' ' ૧૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196