________________
ખાંતિલાલ દેસાઈ, સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી જયંતીલાલ ડી. શાહ, રતિલાલ હકમચંદ, ધીરુભાઈ પાટીવાળા વગેરે વંદનાર્થે આવ્યા. એમની જોડે ધર્મ અને બીજી બાબતોની વાતો ચર્ચા. રાણકપુરની પ્રતિષ્ઠા વખતની અભૂતપૂર્વ અને અસાધારણ જાહોજલાલીની વાતો ખૂબ ઊલટથી કરી. કેશુભાઈ શેઠને લખેલો પત્ર એમને વંચાવ્યો. એ વાંચીને એમના સંસારી ભત્રીજા જયંતીભાઈએ પૂછ્યું: “તો આપ પોષ શુદિ આઠમે તો પહોંચી જ જશોને?”
કહે: બનતાં સુધી તો પહોંચી જઈશ.”
જયંતી: “સાહેબ ! આમ ઢીલું કેમ? કાયમ તો આપ પૂર્ણ આત્મવિશ્વાસથી બોલો છો. આજે આમ ઢીલું કેમ?”
આના જવાબમાં મોતીશા શેઠની વાત કરી કે : “એમણે કમુરતામાં કાર્ય આદરેલું તે તેઓ પોતે જોવા ન રહ્યા.”
જયંતી : “તો સાહેબ ! આપે કમુરતામાં શા માટે વિહાર કર્યો ?”
કહે : “આ તો તીર્થનું કાર્ય છે. ત્યાં આવી બધી વાતો અગત્યની નથી. તીર્થનું કાર્ય જ અગત્યનું ગણાય. એ માટે હું દિવસો લંબાવું તો પહોંચાય ક્યારે? ને કામ ક્યારે થાય? અને એમ રાહ જોઉં તો તીર્થ કરતાં જીવનનો વધુ રાગ છે એવું થાય.”
પછી જયંતીભાઈ પૂછે: “સાહેબ ! આપે આપની જ્યોતિષવિદ્યા કોઈને શીખવી કે નહીં?”
ત્યારે કહે: “આ પ્રતિષ્ઠાનું કામ થઈ જાય, પછી મેં વિચાર્યું જ છે કે શીલચંદ્ર અને દાનવિજયને જયોતિષ તૈયાર કરાવવું.”
આ પછી એમના સંસારી ભાભી (હરગોવિંદદાસનાં પત્ની)ને તબિયતના ખબર પૂછ્યાં. એ સાથે હસતાં હસતાં પૂછે: “કેમ, જયંતી બરાબર સાચવે છે ને?”
માજી કહે : “હા, મહારાજ !” એટલે પૂછે : “એની બીકથી તો હા નથી કહેતાં ને?” બધાં ખડખડાટ હસી પડ્યાં.
આમ બે-અઢી કલાક પછી બધાએ રજા લીધી. બહાર ગયા પછી ખાંતિભાઈ દેસાઈએ ખૂબ જ સ્વાભાવિકભાવે જયંતીભાઈને પૂછ્યું : “જયંતી ! છેલ્લે સમયે જમના માના મુખ પર ખૂબ તેજ તેજ થઈ ગયેલું, નહિ?”
જયંતીભાઈએ હા કહી.
“અને તારા બાપા (હરગોવિંદદાસ)ને પણ મહારાજ સાહેબે વાસક્ષેપ નાંખ્યો, પછી ખૂબ તેજ આવી ગયેલું ને?”
જયંતીભાઈએ ફરી હા કહી.
૧૫૪
Esain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org